મોરબીમાં ભાજપ દ્વારા બ્રિજેશ મેરજાનો સ્વાગત સમારોહ યોજાયો

0
503
/

80થી વધુ આગેવાનો અને કાર્યકરોની કાર્યક્રમમાં ઉપસ્થિતિ : પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની સૂચક ગેરહાજરી

મોરબી : મોરબીમાં આજે ભાજપ દ્વારા બ્રિજેશ મેરજાનો સ્વાગત સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં 80થી વધુ કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જો કે આ કાર્યક્રમમાં ભાજપના જુના જોગી એવા પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની સૂચક ગેરહાજરી જોવા મળી હતી.

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જિલ્લા પંચાયત પ્રમુખના ફાર્મ હાઉસમાં આજે બ્રિજેશ મેરજાનો સ્વાગત સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં સાંસદ મોહનભાઇ કુંડારિયા,પૂર્વ મંત્રી જયંતિ કવાડિયા અને ધારાસભ્ય પરષોત્તમ સાબરીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા હાજર ન હતા. જો કે આ અંગે જાહેરાત પણ કરવામાં આવી હતી કે કાંતિભાઈને ત્યાં મહેમાન આવ્યા હોવાથી તેઓ હાજરી આપી શક્યા નથી અને તેઓએ કાર્યકરો જોગ એક સંદેશ સાથે બ્રિજેશ મેરજાનો શુભેચ્છાઓ પાઠવી છે.

આ કાર્યક્રમમાં બ્રિજેશ મેરજાએ કહ્યું કે કોઈ પણ તિજોરી મને ખરીદી શકે નહીં. હું બિનશરતી રીતે ભાજપમાં જોડાયો છું. કોઈ પણ લોભ કે લાલચમાં આવીને ભાજપમાં આવ્યો નથી. ભાજપમાં જોડાવા માટે મેં ધારાસભ્ય પદનો ત્યાગ કર્યો છે. પેટા ચૂંટણીમાં કોઈ પણને ટીકીટ મળે હું તેને જીતડવાના પૂરતા પ્રયતનો કરીશ અને આગેવાનો સાથે ખભેખભો મિલાવી કામ કરીશ તેવું અંતમાં જણાવ્યું હતું.

રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/