25 મે 2019નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ

    0
    219
    /

    1. મેષ – અ,લ,ઈ (Aries):
    આર્થિક સ્થિતિ મજબુત થશે. શેર માર્કેટથી સારું વળતર મળશે. આજે લોટરી કે શરતી વ્યવહારમાં પૈસા રોકવા નહિ. નવું વાહન, જમીન કે ઘર લઈ શકો છો. તમારા જીવનસાથી તરફથી તમને કોઈ સરપ્રાઈઝ ભેટ મળી શકે છે. જુના પ્રેમ સંબંધો તાજા થશે. પરણિત મિત્રોના સંબંધો વધુને વધુ મજબુત થશે. સ્વાસ્થ્યની દ્રષ્ટીએ આજનો દિવસ સામાન્ય રહેશે. લાંબા સમયની બીમારીમાંથી રાહત મળશે. વિદ્યાર્થીઓ કે જે વિદેશ ભણવા જવા માંગે છે તેમની માટે સારા સમાચાર આવશે. આજે મહેનત કરવાનો દિવસ છે, ઈમાનદારીથી તમારું કામ કરો. વેપારી મિત્રોને ઉધાર આપેલ પૈસા પરત મળશે. લાંબા સમય માટે પૈસાનું રોકાણ કરવું ફાયદાકારક રહેશે.
    શુભ અંક : ૯ શુભ રંગ : પીળો

    2.વૃષભ – બ,વ,ઉ (Taurus): 
    લોકો ઉપર બહુ જલદી ભરોસો ના કરવાના સ્વભાવના કારણે તમને મુશ્કેલી થશે. તમારા જીવનસાથી તરફથી જોઈતો સહયોગ નહિ મળે. મિત્રો સાથે તમારી મુશ્કેલીઓ શેર કરો ત્યારે ભૂલથી તમારી કોઈ ખાનગી વાત જાહેર ના થાય તેની તકેદારી રાખજો. ઓફિસમાં આજે તમે આપેલી સલાહથી તમારા ઉપરી અધિકારી ખુશ થશે અને તમને અનેક નવા પ્રોજેક્ટ મળી શકશે.
    શુભ અંક : ૧ શુભ રંગ : પીળો

    3. મિથુન – ક,છ,ઘ (Gemini):
    પરિવાર સાથે ધાર્મિક સ્થળની મુલાકાત લેવાના યોગ છે. એક્સ્ટ્રા ઇન્કમ વધારવા માંગતા મિત્રો સામે અનેક ઓપ્શન આવશે તેમાંથી કોની પસંદગી કરવી એ કોઈ નિષ્ણાત અને અનુભવી મિત્રની મદદથી નક્કી કરો. આજે મહિલાઓએ વિચારેલ કાર્ય પૂર્ણ થશે. નાનકડો વેપાર શરુ કરવા માંગતા વ્યક્તિ માટે આજે દિવસ અનુકુળ છે. સરકારી લાભો આજે મળવાના યોગ છે. વેપારી મિત્રો પોતાનો વેપાર વિદેશમાં ફેલાવી શકશે. લગ્ન કરવા માંગતા મિત્રોના જીવનમાં યોગ્ય પાત્રનું આગમન થશે. આજે આંખમાં નંબર ધરાવતી વ્યક્તિને નજર મજબુત થશે. ઘરમાં વડીલની તબિયતને લઈને ચિંતા વધશે. પ્રમોશન અને પગાર વધારાના યોગ છે.
    શુભ અંક : ૪ શુભ રંગ : કાળો

    4. કર્ક – ડ,હ (Cancer):
    સમયથી કિમતી બીજું કશું જ નથી અને આજનો સમય તમારી માટે શુભ છે આજે તમે જે પણ સારા કાર્ય કરશો એમાં ઈશ્વરની મંજુરી હશે માટે કોઈપણ પ્રકારની ચિંતા કર્યા વગર આગળ વધો. આજે સાંજનો સૂર્યાસ્તનો સમય પ્રેમ પ્રસ્તાવ માટે સૌથી યોગ્ય છે તો પછી આજે તમારી લાગણીઓને એ ખાસ વ્યક્તિ સમક્ષ મુકો. આજે આર્થિક લાભ માટે નાનકડી મુસાફરી કરવાનું બની શકે છે. સાંજે તમને સરપ્રાઈઝ મળવાના પણ યોગ બની રહ્યા છે.
    શુભ અંક : ૩ શુભ રંગ : ગુલાબી

    5. સિંહ – મ,ટ (Lio):
    આજે તમારે અલગ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે પણ તમારે એવી પરિસ્થતિમાં ઉગ્ર થવાનું નથી ખૂબ ધીરજ અને સમજદારીથી એ સમસ્યાને સુલાજાવવાની છે. તમારો મિલનસાર સ્વભાવ આજે તમને વધુ તકલીફ આપશે. બધા વ્યક્તિઓ એકસરખા નથી હોતા કોઈપણ વ્યક્તિને તમારી અંગત વાતો જણાવતા પહેલા એ વ્યક્તિ કેવી છે એની તપાસ કરો. કામની ચિંતામાં આજે તમે તમારા જીવનસાથીને યોગ્ય સમય નહિ આપી શકો જેનાથી તમારે તેમની નારાજગીનો સામનો કરવો પડશે. સાંજે ઘરે જતા જીવનસાથી માટે સુંદર ગુલાબ લઈને જાવ. આજે તમારે તમારા દરેક વિચાર ઓફિસમાં જણાવવાની જરૂરત નથી.
    શુભ અંક : ૧ શુભ રંગ : લાલ

    6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
    આજે તમારી સામે પૈસા કમાવવા માટેની અનેક તકો ઉભી થશે અને તેમાં તમને તમારો ફાયદો પણ દેખાશે પણ કોઈપણ પ્લાન કે સ્કીમમાં પૈસાનું રોકાણ કરો તે પહેલા તેનાથી ભવિષ્યમાં થવા વાળો ફાયદો અને નુકશાન ધ્યાનમાં રાખજો. પરિવારજનો આજે તમને પૂછ્યા વગર કોઈ નિર્ણય લઇ શકે છે પણ તેમાં નુકશાન જવાના યોગ છે તો તેમના દરેક નિર્ણયમાં ધ્યાન આપો. વડીલોની તબિયત આજે બગડી શકે છે. કોઈ જુના મિત્ર સાથે કોઈ અણબનાવ બન્યો હોય તો તેને મનાવી લો. આજનો દિવસ મિશ્ર લાગણી વાળો રહેશે.
    શુભ અંક : ૮ શુભ રંગ : નારંગી

    7. તુલા – ર,ત (Libra):
    આજે તમારા ખર્ચ બજેટ બહાર જશે. આર્થિક તંગીના કારણે પરિવારમાં મુશ્કેલીઓ વધશે. તમારે આજે દરેક કામ વધારે ઈમાનદારી અને એનર્જીથી પૂર્ણ કરવાનું છે. આજે સમાજસેવામાં જોડાયેલ મિત્રો માટે અનુકુળ દિવસ છે, ખાસ વ્યક્તિ કે જે સમાજમાં સારી નામના ધરાવે છે તેમની સાથે મુલાકાત થશે. નોકરી કરતા મિત્રો માટે આજે સામાન્ય દિવસ છે. વેપારી મિત્રોએ આજે કોઈની પર ભરોષો કરવો નહિ, અમુક કામ આજે સમયે પૂર્ણ ના કરવાથી તમારી મુશ્કેલીઓમાં વધારો થશે. સ્વાસ્થ્યની દ્રષ્ટીએ આજે માનસિક તણાવ અનુભવશો, વિચારોની ઉથલપાથલ તમને પરેશાન કરશે. આંખ સંબંધિત કોઈ પીડા થઇ શકે છે.
    શુભ અંક : ૩ શુભ રંગ : જાંબલી

    8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
    આજે તમારા દ્વારા બનાવેલા કોઈ પ્રોજેક્ટને રિજેક્ટ કરવામાં આવશે તો તેને કોઈ ઉપરી અધિકારીને બતાવવા પહેલા જાતે ચકાસી લો. આજે સ્થાયી મિલકત લેવાના સારા પ્લાન અને સ્કીમ તમારી સામે આવશે પણ તેનાથી તમે આકર્ષિત થઈને ઉતાવળે નિર્ણય કરતા નહિ, બધી બાબતોની પુરતી ચકાસણી કરવી જરૂરી છે. આજે પરિવાર તરફથી તમને પુરતો સપોર્ટ મળશે. જે મિત્રો કોઈને પ્રેમ કરે છે અને પ્રપોઝ કરવા માટેની તૈયારી કરી રહ્યા છે તો તેમના માટે આજનો દિવસ ખુબ સારો છે. આજે તમે જે પણ સારું કાર્ય કરશો એમાં ઈશ્વર તામ્રી સાથે જ છે.
    શુભ અંક : ૪ શુભ રંગ : ગ્રે

    9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
    લાંબા સમયથી ચાલી રહેલી ચિંતાઓ અને મુશ્કેલીઓનો અંત આવશે. તમારા કામના સ્થળે આજે તમારા ઉપરી અધિકારી પણ તમારા કામથી ખુશ થશે. નોકરી કરવા માંગતા મિત્રો માટે આજે સારો દિવસ છે. આજે પ્રમોશન ના પણ ચાન્સ છે. વિદેશથી આજે કોઈ ખુશખબરી આવશે. નાની નાની વાતોને લઈને આજે તમારે ગુસ્સે થવાનું નથી નહીતો માથાનો સખત દુખાવો થઇ શકે છે. આજે તમને કોણ તમારી સાચી કેર કરે છે એ તમને ખબર પડશે. જીવનસાથી સાથે ચાલતા અણબનાવનો આજે અંત આવશે.
    શુભ અંક : ૮ શુભ રંગ : પીળો

    10. મકર – જ, ખ (Capricorn): 
    આજે તબિયત થોડી નરમ ગરમ રહી શકે છે. નિયમિત કસરત અને ડોક્ટરની મુલાકાત તમને ફ્રેશ કરશે. અએ સંતાનો સાથે સમય વિતાવો તેમની ભણવામાં મદદ કરો. આજે કોઈ જુના મિત્રને અચાનક મળવાનું થશે. મિત્રો સાથેની મુલાકાત તમારો દિવસ બનાવી દેશે. આજે તમે ધારેલી સફળતા નહિ મેળવી શકો પણ તેનાથી નિરાશ થવાનું નથી. મનોબળ મજબુત રાખીને તમારું કાર્ય કરતા રહો. જીવનસાથી તરફથી તમે વિચાર્યું નહિ હોય એવો પ્રેમ મળશે.
    શુભ અંક : ૧ શુભ રંગ : ગુલાબી

    11. કુંભ – ગ,શ,સ(Aquarius):
    આજે તમારા ભવિષ્યને સુરક્ષિત કરવાની એક સુંદર તક તમારી સામે આવશે તો સૌથી પહેલા એ બાબતની સંપૂર્ણ ચકાસણી કરો અને રોકાણ કરો. રોકાણ કરતા પહેલા તમારા વડીલો અને ઉપરી અધિકારી મિત્રોની સલાહ અચૂક લેજો. આજે સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેશો તો કોઈપણ પ્રકારની તકલીફ થશે નહિ. લગ્નઈચ્છુક મિત્રોની મુલાકાત આજે એક પ્રેમાળ વ્યક્તિ સાથે થશે તો તેને ઈમ્પ્રેસ કરવા માટે કોઈપણ જાતનો વધારે પડતો દેખાડો કરશો નહિ તમારો સ્વભાવ જ તમારી ઇમ્પ્રેશન જમાવશે. આજે કોઈ ખુશીના સમાચાર પણ મળવાની શક્યતાઓ રહેલી છે. પરિવાર સાથે એ ખુશીને વહેચો, આજનો પૂરો દિવસ આનંદમાં વ્યતીત થશે.
    શુભ અંક : ૧ શુભ રંગ : આસમાની

    12. મીન – દ,ચ,જ,થ(Pisces):
    આજે જો કોઈ તમારી પાસે પૈસાની માંગણી કરે તો તેને નકારી દેજો નહિ તો તમારા પૈસા ડૂબી જવાના યોગ છે. નાના બાળકોને લાડ લડાવો. આજે કોઈ બહારની વ્યક્તિ તમારા ઘરમાં આવીને અશાંતિ ના સર્જે એની તકેદારી રાખજો. પરિવાર સિવાયના લોકો પર બહુ ભરોસો કરવો નહિ તેઓને તમારા ઘરની શાંતિ અને પ્રેમ જોઇને ઈર્ષા આવશે તો ઘરની દરેક વાત બહાર કરવી નહિ.
    શુભ અંક : ૫ શુભ રંગ : આસમાની

    આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.
    જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

    સ્વાસ્થ્ય – બહુ લાંબી મુસાફરી અને એમાં પણ ટ્રેનમાં મુસાફરીને ટાળવી. મુસાફરીના થાકને કારણે તમને નાની મોટી તકલીફ થઇ શકે છે. મુસાફરી કરવાની આવે તો યોગ્ય દવાઓ અને બધો સમાન સાચવી રાખજો. ચોરીના કારણે નુકશાન થવાની સંભાવના છે.

    નોકરી-ધંધો – પૈસા બનાવવા માટેની અનેક તક તમારી સામે આવશે. દરેક વાતો અને માહિતીને પુરતી ચકાસીને તેમાં પૈસા રોક્જો. જો તમે ઈચ્છો છો કે ઓફિસમાં બધા તમારાથી ખુશ રહે અને તમારું દરેક કામ સરળતાથી થાય તો તમારે દરેક મિત્રોને સાચવવા પડશે ભૂલથી પણ કોઈનું અપમાન કે મનદુઃખ ના થાય એની તકેદારી રાખજો. આ વર્ષે ઘરમાં પણ તમારી વાણી પર કંટ્રોલ રાખજો.

    કૌટુંબિક-પારિવારિક – આ વર્ષે તમારે તમારા શંકાશીલ સ્વભાવમાં થોડો બદલાવ લાવવાનો છે. જો તમે આગળ વધવા માંગો છો તો તમારે તમારા દરેક કાર્યમાં તમારા સાથી કર્મચારીને સાથે રાખીને કાર્ય કરો, જયારે કોઈ મહત્વના નિર્ણય કરવાના હોય ત્યારે તમારા ઉપરી અધિકારી અને પરિવારજનોની સલાહ લેવાનું રાખજો. આ વર્ષે અનેક મિત્રો તમારા વ્યવહારથી તમારાથી બહુ દુખી થશે. તમારી દરેક ખુશીમાં તમારા મિત્રોને પણ સામેલ કરો. આમ કરવાથી તમારા મિત્રો તમારાથી ખુશ થશે. આ વર્ષે તમારા ઘરમાં ખુશીઓનું સ્વાગત થશે. તમારા દરેક તહેવાર આનંદ અને ખુશીઓથી ભરપુર હશે.

    વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

    તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

    અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

    /