(રાધેશ બુદ્ધભટ્ટી દ્વારા) મોરબી: મોરબીના સામાજિક અગ્રણી અને હાલ SBI બેન્ક ની ગ્રીનચોક શાખા મોરબી ખાતે પ્રામાણિક અને કર્મનિષ્ઠ અધિકારી તરીકે સ્પેશ્યલ આસિસ્ટન્ટના હોદ્દા પર ફરજ બજાવતા જગદીશભાઈ વાઘેલા સાહેબનો આજે જન્મદિન હોય તેમને તેમના સ્નેહીજનો તરફથી શુભકામનાઓ મળી રહી છે જગદીશભાઈ વાઘેલા SBI એમ્પો. યુનિયન ના પૂર્વ રજી. સેક્રેટરી પણ છે
ઉલ્લેખનીય છે કે જગદીશભાઈ વાઘેલા હાલ મોરબીના વાલ્મિકી સમાજની સમૂહલગ્ન સમિતિ ના પ્રમુખ પણ હોય સમજલક્ષી સેવાઓ જેવીકે સમૂહલગ્ન ના આયોજન, સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહ, તેમજ સમાજના પ્રતિભા સંપન્ન કલાકારો નું સન્માન કરી તેઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે અને તેમની આ પ્રવૃત્તિઓ ની નોંધ ચોમેર લેવામાં આવી રહી છે જે બદલ તેઓ ધન્યવાદને પાત્ર છે ત્યારે આજે તેમના જન્મદિનની ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક પણ તેમને હાર્દિક શુભેચ્છા પાઠવે છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide