મોરબી : મોરબી તાલુકામાં આવેલ એક કારખાનામાં અકસ્માતે 20 ફૂટ ઊંચાઈથી પડી જતા યુવકનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
મોરબી તાલુકાના જુના ઘુંટું રોડ સિમ્પોલો સિરામીક કંપનીમાં જ રહેતા સુધીરભાઇ ધીરૂભાઇ મકવાણા (ઉ.વ. 21) ગત તા. 25ના રોજ સાંજે 4 વાગ્યા આસપાસ કંપનીમમાં રોડ ઉપર પતરા ચડાવતા હતા. ત્યારે આશરે 20 ફૂટ ઉપરથી પડી ગયા હતા. આથી, તેમને માથાના ભાગે તથા કરોડરજ્જુ તેમજ છાતીના ભાગે ઇજા થઇ હતી. તેમને સારવાર અર્થે રાજકોટની સરકારી હોસ્પિટલમાં દાખલ કરેલ હતા. જ્યાં ગઈકાલે તા. 27ના રોજ તેમનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)
શ્રી નારાયણ યાત્રા પ્રવાસ આયોજીત શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે
જેની
કથા પ્રારંભ ૨૧-૧૨-૨૦૨૫, રવિવાર
તારીખઃ ૨૧-૧૨-૨૦૨૫ થી ૨૭-૧૨–૨૦૨૫
કથાની રકમ ૬૫૫૧
કથા સમય : સવારે...