ડાંગ: સાપુતારા બન્યું ફરીવાર દાયકા પહેલાના તેના અસ્સલ મીજાજમાં

0
22
/

વાંસદા : તાજેતરમા સાપુતારામાં કોક્રીંટના વધતા જંગલોને કારણે છેલ્લા ૧૦ વર્ષથી વાતાવરણમાં બદલાવ સાથે તાપમાનમાં પણ વધારો નોંધાયો હતો.

 જ્યારે હાલ લોકડાઉનની પરિસ્થિતિમાં પ્રદૂષણ ઘટતા વાતાવરણ પણ ચોખ્ખું થવા સાથે  ઠંડકમાં વધારો જોવા મળી રહ્યો છે. આ સંદર્ભે ગુજરાત પ્રવાસન નિગમ હોટેલ તોરણના મેનેજર રાજેન્દ્રભાઇ ભોંસલેએ જણાવ્યું કેસાપુતારામાં છેલ્લા ૧૦ વર્ષથી મોસમમાં બદલાવ આવ્યો છે. હાલ કોરોના લોકડાઉનને પગલે વાતાવરણ સ્વચ્છ થવાની સાથે ડુંગરોમાં વૃક્ષો પણ લીલાછમ બની ગયા છેવળી હાલ મોન્સૂનને લીધે દિવસભર શીતલહેર જોવા મળી રહી છે. કોરોના મહામારીમાં ધંધા રોજગાર ભલે ઠપ થઈ ગયા હોયપરંતુ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. શહેરોમાં કાળઝાળ ગરમીથી લોકો પીડાઈ રહ્યા છે ત્યારે સાપુતારામાં વહેલી સવારથી ૧૦ વાગ્યા સુધી વાદળછાયું વાતાવરણ વચ્ચે દિવસભર ઠંડા પવનોની લહેર ૧૦ વર્ષ પહેલાનું સાપુતારા ફરી તેના અસ્સલ મિજાજમાં આવી ગયું હોય તેમ લાગી રહ્યું છે. રાતના સમયે સાપુતારાના સહ્યાદ્રી માળાઓ જાણે દૂર દૂરના ગામો બતાવતી હોઈ તેવો આભાસ થાય છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/