મોરબી :આજે વસ્ત્રાલ-અમદાવાદ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અસંગઠિત શ્રમયોગીઓ માટેની પેન્શન યોજનાના શુભારંભ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવેલ હતું. મોરબી ટાઉનહોલ ખાતે આ યોજના શુભારંભ સંદર્ભે ગુ.રા.બિન અનામત વર્ગ અને આર્થિક વિકાસ નિગમના ચેરમેન બી.એચ.ઘોડાસરાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.
બી.એચ.ઘોડાસરાએ પ્રાસંગીક પ્રવચનમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નાના અને ગરીબ માણસોનું જીવન કેમ સુખમય રહે તે માટે ચિંતા કરી રહયાં છે. અને આ પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અસંગઠિત શ્રમયોગીઓ માટેની પેન્શન યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે જાગૃત લોકોએ આ યોજનાની માહિતી પહોંચાડે અને તેનો લાભ દરેકને મળે તેવી અપીલ કરી હતી. જયારે આપણે નાની-મોટી આવકમાંથી બચત કરવી જોઇએ અને વ્યશનો ત્યજવા જોઇએ જેથી સુખી જીવન જીવી શકાય.
જિલ્લા કલેકટર આર.જે.માકડીયાએ પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અસંગઠિત શ્રમયોગીઓ માટેની પેન્શન યોજના વિષેની વિસ્તૃત માહિતી આપી હતી. અને મોરબીમાં અત્યાર સુધીમાં આ યોજનામાં ૫૦૦૦ થી વધુ લાભાર્થીઓને આવરી લીધા છે.પ્રભાનમંત્રીના જીવંત પ્રસારણ બાદ આ યોજનાના મોરબી જિલ્લાના ૨૧ જેટલા લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતાં. જયારે આભારવિધી નોડલ ઓફસર રાજેન્દ્ર દાસવાણી દ્વારા કરવામાં આવીહતી.
આ કાર્યક્રમમાં ભાજપ ઉપ પ્રમુખ જયુભા જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રી જયોતિસંહ જાડેજા,નિવાસી અધિક કલેકટર કેતન જોશી પ્રાત અધિકારી એસ.જે.ખાચર અને સબંધિત વિભાગના અધિકારી, કર્મચારીઓ તથા લાભાર્થીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહયાં હતાં
આવા વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide