મોરબી : પ્રશ્નોનો ઉકેલ નહિ આવે તો ભૂખ હડતાલ પર ઉતરવાની સફાઈકર્મીઓની ચીમકી

0
124
/

હડતાલ ઉપર ઉતરેલા સફાઈ કામદારોને યોગ્ય કરવાની ખાત્રી આપતા અધિક કલેકટર

મોરબી : મોરબી નગરપાલિકામા ફરજ બજાવતા સફાઈ કામદારોની હડતાલ યથાવત છે. ત્યારે આજે અધિક જિલ્લા કલેકટર અને મામલતદારે તેઓની મુલાકાત લીધી હતી. આ દરમિયાન સફાઈ કર્મીઓએ એવી ચીમકી ઉચ્ચારી હતી કે જો પ્રશ્નોનો તાત્કાલિક નિવેડો નહિ આવે તો ભૂખ હડતાલ પણ શરૂ કરવામાં આવશે.

મોરબી નગરપાલિકાના સફાઈ કામદારો વિવિધ પડતર પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે છેલ્લા ઘણા દિવસથી હડતાલ ચલાવી રહ્યા છે. ત્યારે આજે તેઓના ટાઉનહોલ ખાતેના કાર્યક્રમ દરમિયાન અધિક જિલ્લા કલેકટર કેતન જોશી અને મામલતદાર ગૌસ્વામી દ્વારા સફાઈ કર્મીઓની મુલાકાત લેવામાં આવી હતી. આ તકે અધિક જિલ્લા કલેકટર કેતન જોશીએ ખાત્રી જણાવ્યું હતું કે સફાઈ કામદારો પ્રશ્ને ઘટતું કરવામાં આવશે. આ મામલે ઉચ્ચ કક્ષાએ પણ ધ્યાન દોરવામાં આવ્યું છે. જો કે સફાઈ કામદારોએ ચીમકી આપતા જણાવ્યું કે જો તાત્કાલિક પ્રશ્નોનો નિવેડો લઈ આવવામાં નહિ આવે તો સફાઈ કામદારો ભૂખ હડતાલ પણ શરૂ કરશે.


વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/