દાહોદ: કોરોનાના નવા 18 કેસ નોંધાયા

0
14
/

તાજેતરમા દાહોદમાં સોમવારના રોજ કોરોના પોઝિટિવના નવા 18 કેસ નોંધાયા હતા. દાહોદ આરોગ્ય વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર કુલ 307 સેમ્પલો પૈકી સુરેખાબેન કટારા, કૃષ્ણકાંત સોની, અરવિંદ કિશોરી, પંકજ ભુરીયા, સુરેશ કિશોરી, પ્રવિણ માળી, તારાચંદ પરમાર અને સચિન ભુરીયા પોઝિટિવ આવ્યા હતા. તો રેપિડ ટેસ્ટમાં 2383 સેમ્પલો પૈકી વિશેષભાઈ શ્રીવાસ્તવ, લક્ષ્મણભાઈ ભુરીયા, ડો. રાહુલ પરમાર, સચિન સોની, ચંચીબેન બારિયા, દિપક પટેલ, મિતેશ પંચાલ, વંદનાબેન પંચાલ, વિપુલ બારીયા અને ચિરાગકુમાર ભટ્ટ મળી 10 વ્યક્તિઓ પોઝિટિવ આવી હતી. સોમવારે જાહેર થયેલ 18 કેસો પૈકી દાહોદ તા.ના 4, ઝાલોદના 7, ગરબાડાના 2, દેવગઢ બારીયાના 3 તથા સુખસર-ફતેપુરાના 2 દર્દીઓ નોંધાયા હતા.સોમવારે 15ને રાજા અપાઈ હતી. હવે એક્ટિવ કેસની સંખ્યા 153 છે. સોમવારે વધુ એકના મોત સાથે કુલ આંક 62 ઉપર પહોંચેલ છે.

CORONA-10
(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/