હળવદ-ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલની સાફ સફાઈ તથા કાપ કાઢવાની માંગ સાથે કાર્યપાલક ઈજનેરને રજુઆત

0
30
/

હળવદ: તાજેતરમા હળવદ-ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલની છેલ્લા ત્રણ વર્ષથી સાફ સફાઈ તેમજ માટી કાપ કાઢ્યો જ ન હોવાથી આ બ્રાન્ચ કેનાલમાંથી ડિસ્ટ્રીબ્યુટરીમાં પાણી આવી શકતું નથી.આથી ભારતીય કિશાન સંઘના પૂર્વ જિલ્લા પ્રમુખ રાણા નરેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહએ નર્મદાના સોરાષ્ટ્ શાખા નહેરને કાર્યપાલક ઈજનેરને રજુઆત કરીને ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલની સાફ સફાઈ તથા કાપ કાઢવાની માંગ કરી છે.

લેખિત રજુઆતમાં તેમણે જણાવ્યું હતું કે ,ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલની ડિસ્ટ્રીબ્યુટરી ડી 19માં છેલ્લા ત્રણ વર્ષથી સાફ સફાઈ કે માટી કાપ કાઢવાની કામગીરી જ કરવામાં આવી નથી.જેથી ડિસ્ટ્રીબ્યુટરીમાં માટીના થરની જાડાઈ ઓફ ટેઇલ પોઈન્ટે મળતા હેડ પાણીની ઉચ્ચાઈથી પણ વધુ છે.જેથી આ બ્રાન્ચ કેનાલમાંથી ડિસ્ટ્રીબ્યુટરીમાં પાણી આવી શકતું નથી.ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલના ડી 19ના એચ.આર.થી નીચેવાસ ધ્રાગંધ્રા બ્રાંચ કેનાલમાં ગેઇટ સી.આર.મુકવામાં આવ્યો નથી.જેથી આ કેનાલનું લેવલ વધતું નથી અને ડી.19માં પાણી આવતું નથી.

વધુમાં જણાવ્યું હતું કે ,હાલ ખેડૂતો શિયાળુ પાકનું વાવેતર કરી રહ્યા છે.ત્યારે આ ડી 19 માં પાણીનું વહન ન થાય તો હળવદ તાલુકાના રણજીતગઢ ,રાયસંગપુર ,ચાડધ્રા, મયુરનગર ,અમરાપર , મીયાણી અને મયાપુર સહિતના ગામોના ખેડૂતોનો પાક નિષફળ જવાની ભીતિ છે.જોકે ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલમાં સીઆર ગેઇટ મુકવા તેમજ ડિસ્ટ્રીબ્યુટરી ડી 19માં માટી કાઢવા મામલે અગાઉ અનેક રજુઆત કરી છે છતાં હજુ સુધી આ મામલે કોઇ નક્કર કાર્યવાહી કરાઈ નથી.ત્યારે આ ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલમાં સીઆર ગેઇટ મુકવા તેમજ ડિસ્ટ્રીબ્યુટરી ડી 19માં માટી કાઢવાની રજુઆત સંદર્ભે યોગ્ય કાર્યવાહી ન થાય તો આંદોલન કરવાની ચીમકી આપેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/