નગર પાલિકા દ્વારા 35 કરોડના ખર્ચે પ્લાન્ટ બનાવાયો
પોરબંદર: હાલ પોરબંદરમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી પૂર્ણ થઈ છે. આગામી દિવસ માં ટેસ્ટિંગ થયા બાદ પ્લાન્ટને કાર્યરત કરી દેવામાં આવશે. પોરબંદરમાં ઓડદર રોડ પર પાલિકા દ્વારા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ રૂપિયા 35 કરોડના ખર્ચે બનાવવાની કામગીરી શરૂ થઈ હતી.
આ પ્લાન્ટની કામગીરી પૂર્ણ થઈ છે. આ પ્લાન્ટ દ્વારા મુખ્ય ગટર માંથી જે પાણી આવે છે તે આ પ્લાન્ટમાં ટ્રીટ થઈ અને ચોખ્ખું થશે અને આ ચોખ્ખું પાણી ખાણ વિસ્તારોમાં છોડવામાં આવશે. ગટરનું ગંદુ પાણી આ પ્લાન્ટમાં ટ્રીટ થયા બાદ તે પીવા લાયક નહીં પરંતુ વાપરવા લાયક થશે અને ખેતીમાં પણ વાપરી શકાશે. હાલ આ કામગીરી પૂર્ણ થઈ છે. આ પ્લાન્ટની કેપેસિટી 19.10 MLD ની છે. આગામી દિવસ માંજ ટેસ્ટિંગ પ્રક્રિયા હાથ ધરાશે અને બાદમાં આ પ્લાન્ટને કાર્યરત કરવામાં આવશે. આવો જ બીજો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બોખીરા વિસ્તારમાં છે જેનું કામ 70 ટકા પૂર્ણ થયું છે. અને આગામી સમયમાં આવો જ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છાયા ખાતે પણ બનાવવામાં આવશે જેની ટેન્ડર પ્રક્રિયા પણ થઈ ગઈ છે તેવું પાલિકાના ચીફ ઓફિસે હેમંત પટેલે જણાવ્યું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide