મોરબીમા યુવા ભાજપ ઉપપ્રમુખનું FBમાં કોઈ ભેજાબાજે ડમી એકાઉન્ટ બનાવી ફ્રેન્ડ્સને મેસેજ કર્યા ‘ પૈસાની જરૂર છે ટ્રાન્સફર કરો’!

0
206
/

સાયબર સેલમાં ફરિયાદ, પોલીસે આગળની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી

મોરબી : તાજેતરમા મોરબી જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખના નામે કોઈ ભેજાબાજે ફેસબુકમાં ડમી એકાઉન્ટ બનાવીને ફ્રેન્ડલિસ્ટમાં રહેલા યુઝર્સ પાસેથી પૈસાની માંગણી કરી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. હાલ આ મામલે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

હાલ સાયબર ક્રાઈમના બનાવો વધતા જઈ રહ્યા છે. જેમાં મોરબી જિલ્લો પણ બાકાત નથી. જિલ્લામાં આજે જ સાયબર ક્રાઇમનો બનાવ નોંધાયો છે. જેમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જીજ્ઞેશભાઈ કૈલાના નામનું ફેસબુક ઉપર કોઈ ભેજાબાજ શખ્સ દ્વારા ડમી એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. અને આ શખ્સ દ્વારા ફેસબુક ફ્રેન્ડ્સને પૈસા ટ્રાન્સફર કરવાની માંગણી કરતા મેસેજ કરવામાં આવી રહ્યા છે.

આ ડમી એકાઉન્ટમાંથી એક ઉદ્યોગપતિને મેસેજ કરવામાં આવ્યો હતો. જેમાં જણાવાયું હતું કે રૂ. 30 હજારની જરૂર છે ઓનલાઈન ટ્રાન્સફર કરો. હું તમને આવતીકાલે પરત કરી દઈશ. આમ આ પ્રકારના મેસેજ કરીને અનેક ફ્રેન્ડ્સ સમક્ષ પૈસાની માંગણી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે જીગ્નેશભાઈ કૈલાએ જણાવ્યું કે જો કોઈ મિત્રોને આવો મેસેજ આવે તો પૈસા ટ્રાન્સફર ન કરવા. વધુમાં આ મામલે સાયબર સેલમાં ફરિયાદ કરાઈ છે. પોલીસે આ ફરિયાદના આધારે આગળની કાર્યવાહી કરવા તજવીજ પણ હાથ ધરી છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/