વાંકાનેર તાલુકામાં યોજાનાર બાળ લગ્ન અટકાવતી સમાજ સુરક્ષા ટીમ

0
98
/

 

છેલ્લા ૧૨ દિવસમાં ૧૦ બાળ લગ્નો અટકાવાયા
ઓદ્યોગિક રીતે વિકસિત મોરબી જીલ્લામાં હજુ બાળ લગ્નનું દુષણ જોવા મળી રહ્યું છે ત્યારે સમાજ સુરક્ષા ટીમ દ્વારા સતત બાળ લગ્ન અટકાવવામાં આવી રહ્યા છે જેમાં આજે વધુ એક બાળ લગ્ન અટકાવી દેવામાં આવ્યા છે
આજે વાંકાનેર તાલુકા વિસ્તારમા બાળ લગ્નની મળેલ ફરિયાદના આધારે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરી મોરબી દ્વારા સ્થળ પર જઈને ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં એક દીકરીની ઉમર નાની હોવાથી બાળ લગ્ન અટકાવ્યા હતા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી અનિલબેન એફ.પીપળીયા , પ્રોબેશન ઓફિસર સુનિલભાઈ રાઠોડ તેમજ રંજનબેન મકવાણા , સમીરભાઈ લધ્ધડ (બાળ સુરક્ષા એકમ મોરબી) અને તાલુકા પોલીસ વાંકાનેર દ્વારા બાળ લગ્ન અટકાવી આગેવાનોને બાળ લગ્ન ધારો 2006 ની સમજ આપવામાં આવી હતી
ઉલ્લેખનીય છે કે છેલ્લા ૧૨ દિવસમાં સમાજ સુરક્ષા ટીમ દ્વારા કુલ ૧૦ બાળ લગ્નો અટકાવવામાં આવ્યા છે સમૂહ લગ્ન સહિતના સ્થળે થતા બાળ લગ્નો અટકાવવા ટીમ સતત કાર્યરત છે

મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/