વાંકાનેરમા આશિયાના સોસાયટીમાં પાણી પ્રશ્ને મહિલાઓ રણચંડી બની, માટલા ફોડ્યા

0
78
/
મહિલાઓએ માટલા ફોડી ચક્કાજામ કરીને નગરપાલિકાની બેદરકારીનો ઉગ્ર વિરોધ કર્યો

વાંકાનેર : આજે વાંકાનેરની એશિયાના સોસાયટીમાં ગઈકાલે પાણી પ્રશ્નની ફરિયાદ બાદ નગરપાલિકાના સ્ટાફ દ્વારા ભૂતિયા નળ કનકેશન કાપવાની કામગીરીને લઈને સ્થાનિકો અને પાલિકાના સ્ટાફ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું ત્યારે આજે આ સોસાયટીની મહિલાઓ પાણી પ્રશ્ને રણચંડી બનીને વિફરી હતી અને રોડ ઉપર આવી ચક્કાજામ સર્જી દીધો હતો.

વાંકાનેરની અસિયાના સોસાયટીમાં છેલ્લા એક માસથી પાણી આવતું ન હોવાથી સ્થાનિકોએ અગાઉ પાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી હતી.ત્યારબાદ વાંકાનેર પાલિકાનો સ્ટાફ આ સોસાયટીમાં ભૂતિયા નળ કનેક્શન કાપવા માટે ગયો હતો. ભૂતિયા નળ કનેક્શન કાપવાની કામગીરી ન લઈને નગરપાલિકાના સ્ટાફ અને સ્થાનિકો વચ્ચે ભારે બબાલ થઈ હતી.જેમાં પાલિકાના કર્મચારીએ સ્થાનિકો વિરુદ્ધ ધાક ધમકી આપ્યાની ચીફ ઓફિસરને રાવ કરી હતી. તો સામાપક્ષે સ્થાનિકોએ પણ કર્મચારી વિરુદ્ધ અણછાજતું વર્તન કર્યાના આરોપ સાથે પાલિકાને ફરિયાદ કરી હતી.દરમિયાન આજે વાંકાનેરની અસિયાના સોસાયટીમાં રહેતા લોકો પાણી પ્રશ્ને વિફર્યો હતા અને આ સોસાયટીના અગ્રણી સરફરાઝભાઈ મકવાણાની આગેવાનીમાં સ્ત્રી-પુરુષોનું ટોળું રસ્તા ઉપર ઉતરી આવ્યું હતું અને સ્ત્રી-પુરુષોના ટોળાએ વાંકાનેરના જિનપરા ચોકમાં માટલા ફોડી ચક્કાજામ કરી દીધો હતો.જો કે આ દરમિયાન પોલીસની સૂચક ગેરહાજરી આંખે ઉડીને વળગી હતી.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/