મોરબી જિ. પં.ની જેતપર બેઠકની જસમતગઢ ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ

0
44
/
/
/

જિલ્લા પંચાયત ચેરમેન અજય લોરીયા પ્રયાસથી 23 માંથી 15 ગ્રામ પંચાયત સમરસ બની

મોરબી :  મોરબી જિલ્લામાં આગામી 19 તારીખે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. ત્યારે વધુમાં વધુ ગ્રામ પંચાયત સમરસ થાય એના માટે આગેવાનોએ મથામણ કરી છે. ત્યારે સેવા કાર્યોમાં અગ્રેસર રહેતા જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાએ પોતાના મત ક્ષેત્રમાં આવતા 23 ગામોમાં જે ગામ સમરસ થશે. એ ગામને પોતાની સંપતિમાંથી ગ્રામ પંચાયત દીઠ એક -એક લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.

ત્યારે વધુ એક જસમતગઢ ગ્રામ પંચાયત સમરસ થઈ છે. જેથી અજય લોરીયાની મહેનત રંગ લાવી છે અને 23 માંથી 15 ગ્રામ પંચાયત સમરસ થઈ છે. અને મોરબી તાલુકાની ટોટલ 22 ગ્રામ પંચાયત સમરસ થઈ છે. એમાં અજય લોરીયા પ્રયાસથી જેતપર સીટ હેઠળની સૌથી વધુ 15 ગ્રામ પંચાયત સમરસ થઈ છે.

[રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી]

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/