મોરબીમાં મતદાન ગણતરી સ્થળે પર પાસ વગર પ્રવેશ પર પ્રતિબંધ જાહેર

0
80
/
મોરબી: ગ્રામ પંચાયતોની ચૂંટણી અંગે જાહેરનામું પ્રસિદ્ધ : મતદાન ગણતરી સ્થળ નજીક પરવાનગી સિવાય ચારથી વધુ વ્યકિતઓ એકત્ર થઈ શકશે નહી

મોરબી : હાલ મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણી અંગે પ્રસિદ્ધ થયેલ જાહેરનામા મુજબ મતગણતરી કેન્દ્રની આસપાસ પરવાનગી વગર ચારથી વધુ લોકો એકઠા થઇ શકશે નહીં તથા સરઘસ કે સભા કરી શકશે નહિ. તેમજ મતદાન ગણતરી સ્થળ પર પાસ વગર પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણી-૨૦૨૧ની મતગણતરી તા.૨૧ના રોજ બી બ્લોક,પોલીટેકનીક કોલેજ, ઘુંટુ રોડ મોરબી,ઓરપેટ કન્યા વિદ્યાલય ટંકારા,અમરસિંહજી હાઈસ્કુલ વાંકાનેર,મોડેલ સ્કુલ હળવદ તેમજ ઈ.બી.બી. મોડેલ સ્કુલ મોટી બરાર તા.માળીયા (મી.) ખાતે થનાર છે.આ મતગણતરીના દિવસે મતદાન બૂથની આસપાસ નિવારક પગલાં લેવા માટે મોરબીના અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ એન.કે. મુછાર દ્વારા જાહેરનામુ બહાર પાડી હુકમો જારી કર્યા છે.આ જાહેરનામા અનુસાર કોઈપણ વ્યકિત સક્ષમ અધિકારી તરફથી ઈસ્યુ કરવામાં આવેલ ફોટોગ્રાફ સહિતના અધિકૃત પ્રવેશ પાસ વિના મતગણતરી કેન્દ્રમાં દાખલ થશે નહી તેમજ આવા પ્રવેશ પાસ સરળતાથી દેખાઈ આવે તે રીતે પ્રદર્શિત કરશે. મતગણતરી કેન્દ્રની આસપાસના ૨૦૦ મીટર વિસ્તારમાં સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતાં વધુ વ્યકિતઓ એકત્રીત થઈ શકશે નહી અથવા કોઈ સભા ભરી શકશે નહી કે કોઈ સરઘસ કાઢી શકશે નહી. કોઈપણ વ્યકિત કે જેમાં ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ તેમજ મતગણતરી એજન્ટ સહિતના કોઈપણ વ્યકિત મતગણતરી હોલમાં કે મતગણતરી કેન્દ્રની કમ્પાઉન્ડ વોલ સહિતના પ્રીમાઈસીસમાં મોબાઈલ ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશાવ્યવહારના અન્ય કોઈ ઉપકરણો લઈ જશે નહી કે તેનો ઉપયોગ કરી શકશે નહી.

ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ કે તેમના મતગણતરી એજન્ટ કે જેમને જે તે મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશ માટે પ્રવેશ પાસ ઈસ્યુ કરવામાં આવેલ હોય તે સિવાયના અન્ય મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશી શકશે નહી. મતગણતરી સ્થળમાં પ્રવેશ માટેના પાસ ઈસ્યુ કરવા માટે સબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારીને અધિકૃત કરવામાં આવે છે. મતગણતરી કેન્દ્ર પર સક્ષમ અધિકારીએ નકકી કરેલ પાર્કીગ સ્થળે જ વાહન પાર્કીગ કરવાનું રહેશે.

મતગણતરી તેમજ મતગણતરીના સંચાલન અંગેની ફરજ જે અધિકારી/કર્મચારીઓને સોંપવામાં આવેલ છે તે તમામ અધિકારીઓ / કર્મચારીઓ તથા ફરજ પરના પોલીસ / એસઆરપી / હોમગાર્ડ ના અધિકારી તથા જવાનો આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવે છે.કોઇ પણ રાજકીય પક્ષ/ઉમેદવાર અથવા કોઇ વ્યક્તિ દ્વારા આ જાહેરનામાનો ભંગ કરાશે તો ભારતીય ફોજદારીની કલમ-૧૮૮ મુજબ શિક્ષાપાત્ર કાર્યવાહીને પાત્ર ઠરશે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/