વાંકાનેરની સિવિલ હોસ્પિટલના ત્રણ ડોક્ટર કોરોના સંક્રમિત થયા

0
52
/

વાંકાનેરમાં શહેરની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો કોરોનાની ઝપટે ચડી ગયાના સમાચાર પ્રાપ્ત થયા છે મોરબી આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ હોસ્પિટલના ત્રણ ડોક્ટરના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે

મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે જેમાં વાંકાનેર સિવિલ હોસ્પિટલના ત્રણ ડોક્ટર પણ કોરોના સંક્રમિત થયા છે આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ એક ડોક્ટર ગઈકાલે જયારે બે ડોક્ટર પરમ દિવસે કોરોના પોઝીટીવ થયા છે અને હોસ્પિટલના ત્રણ ડોકટરો કોરોના સંક્રમિત થતા હોસ્પિટલમાં ડોક્ટરની તંગી જોવા મળી રહી છે જેથી આરોગ્ય સેવાઓ પણ પ્રભાવિત થવા પામી છે

ત્યારે આ મામલે સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ત્રણ ડોક્ટરના રીપોર્ટ પોઝીટીવ આવ્યા અંગે રાજકોટ જાણ કરી દેવામાં આવી છે અને રાજકોટથી જ ડોક્ટરની નિમણુક કરીને આરોગ્ય સેવાઓ ખોરવાય નહિ તેવી વ્યવસ્થા કરાશે તેમ જણાવ્યું હતું

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/