પ્રમાણિક : મોરબીમાં બે ભાઈઓએ રસ્તે મળેલો મોબાઈલ મૂળ માલિકને પરત કર્યો

0
139
/

મોરબી : હાલ મોરબીમાં રસ્તેથી એક કમતી મોબાઈલ મળ્યા બાદ બે ભાઈઓએ એ મોબાઈલના મૂળ માલિકને પરત સોંપીને પોતાની પ્રમાણિકતાનું ઉમદા ઉદાહરણ આપ્યું હતું.

મોરબીના સોઓરડી વિસ્તારમાં રહેતા અને સીરામીક ટાઇલ્સના વેપારી ભગીરથભાઈ મનસુખભાઈ બરાસરા ગઈકાલે કોઈ કામસર મિત્રો સાથે નહેરુ ગેઇટ ચોકમાં ગયા હતા. ત્યારે અચાનક જ તેમનો કિંમતી મોબાઈલ પડી ગયો હતો. આ મોબાઈલમાં તેમના ધંધાના અગત્યના ડેટા સેવ હતા. આથી તેઓએ મિત્રો સાથે ખુબજ મહેનતથી પોતાના મોબાઈલની શોધખોળ કરી હતી. પણ મોબાઈલ મળ્યો ન હતો. દરમિયાન આ મોબાઈલ મોરબીની નાની બજારમાં આવેલ પખાલી શેરીમાં રહેતા બે ભાઈ સંજયભાઈ દેવરાજભાઈ રાઠીડ અને જયંતભાઈ દેવરાજભાઈ રાઠોડને મળ્યો હતો. આ બે ભાઈમાંથી જેને મોબાઈલ મળ્યો હતો તેને મોબાઈલમાં કશી ગતાગમ પડતી ન હતી. એટલે ભગીરથ ફોન કરતા હતા. પણ તેઓએ રીગ વાગવા છતાં ઉપાડી શકતા ન હતા. આથી બીજા ભાઈને બોલાવ્યા હતા. ત્યારે ફરી ભગીરથભાઈએ ફોન કરતા બધી વાતચીત થઈ ગઈ હતી. અને ભગીરથભાઈ તેમના ઘરે ગયા બાદ બન્ને ભાઈઓએ ખરાઈ કરીને મોબાઈલ પરત કર્યો હતો. આજના જમાનામાં મોબાઈલ ગુમ થઈ જાય પછી પરત મળતો નથી અને પોલીસ ફરિયાદ પણ નોંધતી નથી. ત્યારે આ બન્ને ભાઈઓએ જે પ્રમાણિકતા દાખવી તેનાથી ભગીરથભાઈ ગદગદિત થઈ ગયા હતા અને ખુશીથી રોકડ પુરસ્કાર આપતા છતાં બન્ને ભાઈએ તેના ઇનકાર કરીને ગાયના ઘસચારામાં આપી દેવા કહ્યું હતું.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/