આણંદ: તારાપુરમાં યુરિયા ખાતરની અછત ઉભી થતાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો

0
45
/

આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં રવિવારના રોજ યુરિયા ખાતરને લઇ ખેડૂતોએ ડેપો પર ભારે હોબાળો મચાવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી માંગ સામે પુરવઠો ઓછો હોવાથી યુરિયા ખાતરની અછત સર્જાઇ છે. જેના કારણે રવિપાકને નુકશાન થાય તેવી ભીતિ ઉભી થતાં ખેડૂતોમાં રોષની લાગણી જન્મી છે. જેને લઇ રવિવારે રોષ વ્યક્ત કર્યો હતો. જોકે, આ અંગે સરકારી અધિકારીઓએ ઉપરથી જ પુરવઠો ઓછો આવતો હોવાનો બચાવ કર્યો હતો.

તારાપુર તાલુકાના આશરે 42 ગામના ખેડૂતો યુરિયા ખાતરની અછતને લઇ હાલાકી ભોગવી રહ્યાં છે. કેટલાક ખેડૂતો છેલ્લા ત્રણેક દિવસથી ખાતરનો જથ્થો મેળવવા લાઇનમાં ઉભા રહ્યાં છે, આમ છતાં તેઓને ખાતર મળ્યું નથી. જેના કારણે રવિપાક અને ખાસ કરીને ઘઉંને નુકશાન જવાની ભીતિ સેવાઇ રહી છે. આ અંગે વારંવાર રજુઆત છતાં કોઇ પગલાં ન ભરાતાં રવિવારના રોજ ખેડૂતોની ધિરજ ખુટી હતી અને હોબાળો મચાવ્યો હતો. જેના પગલે અફડા તફડી મચી ગઈ હતી.

આ અંગે ખેડૂત સોલંકી નરેન્દ્રસિંહએ જણાવ્યું હતું કે, છેલ્લા બે ત્રણ દિવસથી ખાતર માટે લાઇનમાં ઉભા છીએ. આમ છતાં અમને સમયસર ખાતર મળતું નથી. વારંવાર ધક્કા ખાવા પડી રહ્યાં છે. સરકારને અમારી વિનંતી છે કે, ખેડૂતોને પુરતુ પ્રમાણમાં ખાતર મળી રહે, માંગ પ્રમાણે જથ્થો માર્કેટમાં આવે તેવી અમારી માગણી છે. વધુમાં બહાદુરસિંહ પરમાર (નભોઇ), વ્હેલી સવારથી ખાતર માટે લાઇનમાં ઉભા છીએ. જથ્થો પુરો આવતો નથી. ખાતર પુરતુ મળતું નથી. ઘઉંમાં પહેલા પિયરમાં મોડું થતું જાય છે. સરકાર પાસે માંગ છે કે ખેડૂતોને ખાતરનો જથ્થો પુરો પાડવામાં આવે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/