જાહેરનામા ભંગ બદલ મોરબી, વાંકાનેર અને માળીયામાં કાર્યવાહી
મોરબી :હાલ મોરબી જિલ્લામાં મોરબી શહેર અને વાંકાનેરમાં રાત્રી કરફ્યુ અમલમાં હોવા છતાં રાત્રીના કારણ વગર આંટા ફેરા કરનાર અને ચા ગાંઠિયાનો ધંધો ચાલુ રાખનાર સહિત અડધો ડઝન આરોપીઓ સામે પોલીસે જાહેરનામા ભંગ અંગે કાર્યવાહી કરી હતી.
મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ગઈકાલે રાત્રી કરફ્યુ દરમિયાન કંડલા બાયપાસ રોડ ઉપર ધ્રુવ હોસ્પિટલ પાસે ચાની હોટલ ખુલ્લી રાખનાર રણજીતભાઈ નરસંગભાઈ વિરડા, ગાંધી ચોકમાં માસ્ક વગર આંટાફેરા કરનાર કરણભાઈ સુકેતુભાઈ દોશી, નગરપાલિકા નજીક પુરી શાક ગાંઠિયાની લારી ખુલ્લી રાખી રાત્રીના વ્યાપાર કરતા મોહનલાલ મણિલાલ મકવાણા અને નગર દરવાજા ચોકમાં કરફ્યુ ચાલુ હોવા છતાં ભવાની ગાંઠિયા નામની લારી ખુલ્લી રાખનાર મહેબૂબ જાફરશા દીવાન વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide