ધ્વજારોહણ, મહાઆરતી અને ભાંગનું વિતરણ કરાશે
મોરબી : હાલ મોરબી શહેરમાં આવેલા જડેશ્વર મંદિરે મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં વિશેષ પૂજા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી તા. 1 માર્ચ ના રોજ મહાશિવરાત્રીના પર્વ નિમિતે મોરબીના સ્ટેશન રોડ પર આવેલ જડેશ્વર મહાદેવ મંદિર આગામી તા. 27 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી રોશનીથી શણગારવામાં આવશે. મહાશિવરાત્રીના દિવસે સવારે 6-30 કલાકે આરતી થશે અને ભાંગની પ્રસાદીનું વિતરણ બપોરે 1 વાગ્યા સુધી કરવામાં આવશે. સવારે 10 કલાકે મુખ્ય શિવમંદિરની ટોચ પર 20 ફીટની ઊંચાઈના સ્તંભ પર 3 મીટરની ધજા ચડાવવામાં આવશે. સાંજે 7-30 કલાકે મહાઆરતીની સાથે 51 દિવાની દીપમાળા પ્રગટાવવામાં આવશે. તેમજ શિવલિંગને ફૂલોની સજાવટ કરવામાં આવશે. આ દિવસે પૂર્ણ રાત્રિએ ચાર પ્રહરની પૂજા કરવામાં આવશે.સમગ્ર આયોજનમાં સ્વયંસેવકો જોડાઈ શકે છે. તેમજ દાન-દક્ષિણા અને પ્રસાદમાં ફાળો આપી શકે છે. આ માટે સંસ્થાના સેક્રેટરી યશવંતભાઈ જોશીનો મો. નંબર 99747 68005 પર સંપર્ક કરી શકાશે. તેમજ શિવભક્તો સમગ્ર આયોજનનો લાભ લે તેવો અનુરોધ જડેશ્વર મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide