રવાપરાના નવનિયુક્ત સરપંચ દ્વારા વિદ્યુત પાર્કમાં પાણીનો પ્રશ્ન ઉકેલાયો

0
96
/

નીતિનભાઈની અટક ભટાસણાને બદલે પાણીદાર હોવી જોઈએ, તેમ કહી સરપંચની કામગીરીને બિરદાવતા ગામલોકો

મોરબી : હાલ મોરબી તાલુકાના રવાપરા ગામમાં સોસાયટી વિસ્તારમાં આવેલા વિદ્યુત પાર્કમાં પાણીનો પ્રશ્ન વહેલી તકે ઉકેલવાનું વચન નવા સરપંચે આપેલ હતું.એ મુજબ વિસ્તારવાસીઓને તકલીફ ન પડે એ માટે પાણીનો પ્રશ્ન માત્ર 3 દિવસમાં હલ કરવામાં આવ્યો હતો.

તથા સરપંચ તરીકેનો પદભાર સંભાળ્યા પહેલા જ સેવાકીય પ્રવૃતિઓ લાગી ગયા હતા.રવાપરા ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચ હંમેશા લોકસેવામાં અગ્રેસર રહ્યા છે. તેઓ પહેલાથી જ લોકોમાંગને પૂર્ણ કરતા આવ્યા છે.વીજળી કે પાણી પ્રશ્નો હલ કરવા સતત તત્પર રહ્યા છે.રવાપરા સોસાયટી વિસ્તારમાં આવેલા વિદ્યુત પાર્કમાં પાણીનો પ્રશ્ન ઘણા સમયથી ઉકેલાયો ન હતો.પરંતુ સરપંચ નિતિનભાઈ ભટાસણાએ માત્ર 3 દિવસમાં જ પાણીનો પ્રશ્ન હલ કર્યો હતો. તેથી લોકોના મત મુજબ તેમની અટક ભટાસણા નહીં પરંતુ પાણીદાર એવી કરવી જોઈએ.રવાપરની આજુબાજુના ગામમાં,રોડ-રસ્તા પર કચરાની નિકાલ કરાવી સાફ-સફાઈ કરાવી હતી.આ ઉપરાંત સરપંચ નિતિનભાઈ ભટાસણા લોકોને રૂબરૂ મળી લોકપ્રશ્નો હાલ કરે છે.સરપંચ નિતિનભાઈ ભટાસણાએ લોકોને વચન આપ્યું હતું કે ” હાકલ મારશોને હાજર થઇ જશું.” એ મુજબ જનતાના વિશ્વાસપ્રાત્રને મક્કમ રાખી વિદ્યુતપાર્કમાં પાણી પ્રશ્ન હલ કર્યો હતો. તેમ ગામલોકોએ જણાવ્યું છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/