રાજકોટ: તાજેતરમાં શહેર પોલીસને ઊંઘતી ઝડપી ફરી એક વખત સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડવામાં આવ્યો છે. રાજકોટ અમદાવાદ હાઇવે પર હિરાસર નજીક GIDC માં પાર્ક કરેલ ટ્રકને સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.
SMC દ્વારા RJ.19.CG.7325 નંબર ટ્રક ઝડપી તલાસી લેતા તેમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ દરોડા દરમિયાન 1008 પેટી જેટલો દારૂ પકડી પાડવામાં આવ્યો છે. SMCની તપાસમાં સામે આવ્યું છે કે આ જથ્થો રાજસ્થાનથી આવ્યો હહતો. જે કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે 31 ડિસેમ્બર પૂર્વે પણ રાજકોટ નવાગામ ખાતેથી SMC દ્વારા નકલી દારૂનું ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યું હતુ. જો કે વારંવાર SMC દરોડા કરતું હોવા છતાં સ્થાનિક પોલીસ સામે કોઈ કર્યવાહી શા માટે કરવામાં નથી આવતી તે પણ મુખ્ય સવાલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide