ઘાતક દોરીથી લોકોનું મૃત્યુ થાય તે નહિ ચલાવી લેવાય: હાઇકોર્ટ

0
41
/

અમદાવાદ: હાલ રોજ ગુજરાતમાં ચાઈનીઝ દોરી એક-એક યુવાનના ગળા કાપી રહી છે ત્યારે સરકારી તંત્રની ઉપેક્ષિત કામગીરી સામે સવાલો કરતા હાઈકોર્ટે ચોખ્ખું પરખાવ્યું છે કે, સરકાર રાહ શેની જુએ છે? માત્ર જાહેરનામાં બહાર પાડવાથી કશું નહીં થાય, નક્કર કામગીરી પણ થવી જોઈએ

તેથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીને કારણે ગુજરાતમાં આશાસ્પદ યુવાનનાં મોતની છેલ્લા 3 દિવસમાં આ ત્રીજી ઘટના છે. હજી રવિવારે જ વડોદરામાં ચાઈનીઝ દોરીથી હોકી પ્લેયરનું મોત નીપજ્યું હતું. ત્યારે ગઈકાલે સુરતમાં ચાઈનીઝ દોરીથી એક બાઈકચાલકનું ગળું કપાયું હતું. શખ્સ કામરેજ ચાર રસ્તા પાસેથી પસાર થતો હતો, ત્યારે ચાઈનીઝ દોરો તેમના ગળે ભરાયો હતો. ગંભીર ઈજા થતાં તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આવામાં આજે એક પિટિશનની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે કડક વલણ રાખ્યું હતું. હાઈકોર્ટે આ મામલે સરકારને બે દિવસમાં જ સોગંદનામું રજૂ કરવા માટે આદેશ પણ કર્યો હતો.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/