બનારસી સાડીમાં નીતા અંબાણીનો જુઓ રોયલ લૂક

0
20
/

હાલ મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના લોન્ચમાં ઈન્ડસ્ટ્રીના અનેક મોટા સેલેબ્સ હાજર રહ્યા હતા. પરંતુ ઈવેન્ટમાં નીતા અંબાણી કેન્દ્રમાં રહ્યા. આ ઈવેન્ટમાં નીતા અંબાણીએ રોયલ બ્લૂ કલરની બનારસી સાડી પહેરી હતી. તેઓએ પતિ મુકેશ અંબાણી સાથે ખાસ પોઝ પણ આપ્યા હતા.

મેકઅપ અને જ્વેલરી

બ્લૂ બનારસી સાડીમાં નીતા અંબાણીનો લૂક અલગ જ જોવા મળ્યો. તે ક્લાસી લૂક ધરાવી રહ્યા હતા. બનારસી બ્લૂ સાડીની સાથે ગોલ્ડન અને ગ્રીન કુંદનનો નેકલેસ નીતા અંબાણીની સુંદરતામાં વધારો કરી રહ્યો હતો. આ ખાસ સાડી અને નેકલેસની સાથે તેઓએ લાઈટ ગ્લોઈંગ મેકઅપ કર્યો હતો.

હેરસ્ટાઈલ

હેરસ્ટાઈલની વાત કરીએ તો આ ખાસ પ્રસંગે નીતા અંબાણીએ વાળમાં બન બનાવ્યો હતો તેને ફૂલથી સજાવ્યો છે. કપાળમાં ચાંલ્લો કરીને તેઓએ પોતાના સિમ્પલ લૂકને કમ્પ્લીટ કર્યો છે. નીતા અંબાણીએ પોતાના ખાસ લૂકની મદદથી લાઈમલાઈટ લૂંટી છે. તે સુંદર લાગી રહ્યા છે.

નીતા અંબાણી ખાસ કરીને ટ્રેડિશનલ લૂકમાં જોવા મળે છે અને ફેન્સ પણ તેમના આ લૂકને પસંદ કરે છે. ફેન્સે તેમના આ લૂકના ખૂબ વખાણ કર્યા છે.આ ઈવેન્ટમાં મુકેશ અંબાણી પણ બ્લેક કલરના સૂટમાં જોવા મળ્યા. મુકેશ અંબાણીનો લૂક પણ ઘણો રોયલ લાગે છે. 

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/