મોરબીમાં રામનવમીની શોભાયાત્રામાં જોડાવા હિન્દૂ ભગીરથસિંહ રાઠોડની અપીલ

0
70
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : આગામી તારીખ 17 એપ્રિલના રોજ પ્રભુશ્રી રામ જન્મોત્સવની ઠેર ઠેર ઉજવણી થનાર છે ત્યારે મોરબીમાં રામનવમીના પાવન અવસરે સર્વે સનાતની હિન્દુ સંગઠન દ્વારા સર્કિટ હાઉસથી ગ્રીનચોક સુધી મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં વધુ સંખ્યામાં જોડાવા હિન્દૂ ભગીરથસિંહ રાઠોડ દ્વારા એક વિડીયો બનાવી આહવાન કર્યું છે

17 એપ્રિલ ને બુધવારે રામ નવમી નિમિત્તે બપોરે 4 કલાકે મોરબીના સર્કિટ હાઉસથી મહારેલીની શુભ શરૂઆત થશે. આ મહારેલી મહારાણા પ્રતાપસિંહજી સર્કલ, શક્તિ ચોક, ત્રિકોણ બાગ, નવાડેલા રોડ, જુના બસસ્ટેન્ડ, રામ ચોક, શનાળા રોડ, નવા બસસ્ટેન્ડ, બાપા સીતારામ ચોક, એવન્યુ પાર્ક, સીતા ચોક, ચકીયા હનુમાનજી, ગાંધી ચોક, શાક માર્કેટ, નહેરૂ ગેઈટ થઈને ગ્રીન ચોક ખાતે સમાપ્ત થશે. ત્યારબાદ દરબારગઢ રામ મહેલ મંદિરે મહાઆરતી કરવામાં આવશે. સર્વે સનાતની હિન્દુ સંગઠન દ્વારા આયોજિત આ મહારેલીમાં સર્વે હિન્દુ સમાજને પધારવા જાહેર આમંત્રણ પાઠવાયું છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/