ગંગા ગાય રામશરણ થતા ગૌપ્રેમીએ સ્મશાનયાત્રા કાઢી

0
315
/

[રિપોર્ટ: ગિરજાશંકર જોશી] ગૌપ્રેમી કોને કહેવાય તે જોવું હોય તો રાપર તાલુકાના ભીમાસરમાં ગંગા નામની ગાય રામશરણ થતાં તેની સ્મશાનયાત્રા કાઢવામાં આવી જેમાં સૌ ગ્રામજનો જોડાયા વાત એમ છે કે ભીમાસરમાં રહેતા વીરાજી રાજપુત પાસે છેલ્લા ૧૭ વર્ષથી એક ગંગા નામે ગાય હતી.

ગાય ભૂટકીયાથી લીધેલ પરંતુ દૂધ ન આવતા એક વર્ષ જાનળી રાખવામાં આવેલ ત્યાર પછી દૂધ શરૂ થયું હતું અને વીરાજી રાજપુતના ધર્મપત્ની કાશીબા એ ગાયનું નામ ગંગા રાખ્યું હતું અને દીકરીની જેમ ગાયનું લાલન પાલન કરતા હતા.વીરાજીના ઘરમાં ગંગા ગાયના કારણે ગંગા જેવો આર્થિક પ્રવાહ આવ્યો અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવી અને વીરાજી રાજપુતના દીકરીબા કાન્તાબા જેઓ જન્મથી આજ સુધી અન્ન નથી લીધેલ માત્ર ગંગા ગાયનું દૂધ પીવે છે.ગંગા ગાયની બે વાછરડી થઈ એકનું નામ પાનબાઈ અને કૈલાશ છે આજે તેમની દીકરીબા ગંગાના વંશવેલાની ગાયોનું દૂધ પીવે છે.વેદ-પુરાણ અને જ્યોતિષશાસ્ત્રમાં ગાયનો મહિમા બ્રહ્માજીના મુખમાંથી સુરભી ગાયની ઉત્પત્તિ થઇ હતી,ગાયમાં 12 આદિત્ય,8 વસુ 11 રૂદ્ર અને 2 અશ્વિનીનો સમાવેશ થાય છે. શિવનાપ્રિય બીલીપત્રની ઉત્પત્તિગાયના ગોબરમાંથી થઈ હતી.ગંગા ગાયને વાગડમાં ક્યાંય કથા હોય ત્યાં ગૌ પૂજન માટે લઈ જતા તેનું પૂછડું જમીનને અડતું હતું અને એકદમ શાંત હતી કોઈ પણ બાળક તેના આંચળ પકડીને દૂધની શેળ પાડી શકતું અને છેલ્લા સાત વર્ષથી ગંગા ગાયની ઉંમર થવાથી જન્મ આપવાનું બંધ કરેલ ઘરમાં મજા આવે ત્યાં તે ફર્યા કરતી છેલ્લા દસ વર્ષથી તે ક્યારે ઘર બહાર ગઈ નથી.ગંગા નામ લેતા જ ઘર વાડામાં ક્યાંય પણ હોય તરત આવી જાય, ગંગા દરરોજ વહેલી સવારે સુર્ય સામે એક કલાક ઊભી રહેતી હતી અને સુર્ય પૂજન કરતી અને ત્યાં એક બિલીપત્ર હતું જેની પ્રદિક્ષણા કરીને દરરોજ તેની નીચે જ બેસતી હતી.પવિત્ર ગંગા ગાયની મુલાકાત તાજેતરમાં લોકસાહિત્યકાર દેવાયતભાઈ ખવડ દ્વારા લેવામાં આવી હતી.ગંગા ગાય ચૈત્ર મહિનાની બીજના દિવસે એટલે કે ૧૦/૦૪/૨૦૨૪ ના રોજ રામશરણ થઈ હતી ત્યારબાદ ટ્રેકટરમાં ગંગા ગાયની ધાળાવાળી કાઢવામાં આવી અને જેમાં સૌ ગૌપ્રેમી અને ગ્રામજનો જોડાયા હતા ત્યારબાદ રામદેવપીર મંદિરની પાછળ આવેલ ગૌ માતાજીની સમાધિ પાસે જ ગંગા ગાયને સમાધિ વિધિપૂર્વક આપવા આવી હતી. સ્મશાન યાત્રામાં કારાશીયાવારા બાપુ, વેણુસર જાગીરના મહંત શ્રી શુંભમગિરિ બાપુ, મોતેશ્વર મહાદેવના અનિલગિરિ બાપુ, નવીનભાઈ બારોટ, ગામના સરપંચશ્રી રામજીભાઈ સોલંકી, વજાજી સોઢા તેમજ સૌ ગ્રામજનો જોડાયા હતા.જોડાયેલા લોકોને વીરાજી રાજપુત દ્વારા જમાડ્યા અને રાત્રે ભજન,કીર્તન, સ્વાધ્યાયના પાઠ તેમજ વિષ્ણુશાસ્ત્રના પાઠ,હનુમાન ચાલીસા, કીડીયારું પુરવામાં આવ્યું વગેરે કાર્યો કર્યા હતા.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/