હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે કોઈ અજાણયા ઈસમોએ ફરીયાદીની વાડીમાં પ્રવેશ કરી વાડીમાં આવેલ રૂમ ઓરડીના તાળા તોળી દરવાજા ખોલી રૂમ ઓરડીમાં પ્રવેશ કરી રૂમ ઓરડીમાં રાખેલ સબમર્શીબલ મોટરનો કોપરનો કેબલ વાયર ૬ એમ.એમને આશરે ૧૬૦૦ ફુટ જેટલી લંબાઈ જેની અંદાજી કી.રૂ. ૧,૦૦,૦૦૦/- ના કેબલ વાયરની ચોરી કરી લઈ જઈ ગુન્હો કર્યા હોવાની ફરિયાદના આધારે હળવદ પોલીસે બી.એન.એસ એકટની કલમ- ૩૦૫(એ), ૩૩૧(૪), ૫૪ મુજબનો અજાણયા ઈસમો સામે ગુનો નોંધેલ. જેમાં હળવદ પોલીસે આરોપી કેશુભાઈ ઉકાભાઈ રાઠોડની નાઓની ધરપકડ કરેલ હતી. ત્યારબાઈ સદરહુ આરોપીએ કેવલ રૂગનાથભાઈ ડાભી અને મનસુખ ચંદુભાઈ ડાભીનુ નામ સહ આરોપી તરીકે આપેલ.
આરોપીઓ કેવલ રૂગનાથભાઈ ડાભી અને મનસુખ ચંદુભાઈ ડાભી એ મોરબીના સીનીયર એડવોકેટશ્રી દીલીપભાઈ અગેચાણીયા મારફત નામદાર સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરેલ. આરોપી તરફે એડવોકેટ મારફત ધારદાર કાયદાકીય દલીલ કરેલ અને નાદાર સુપ્રીમ કોર્ટ ના જજમેન્ટ રજુ રાખેલ. બન્ને પક્ષકારોની દલીલના અંતે નામ. કોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી અને નામદાર સુપ્રીમ કોર્ટ નુ જજમેન્ટ સીધારામ સતલીંગપા વિ. સ્ટેટ ઓફ મહારાષ્ટ્રને ધ્યાને લઈ આરોપીઓના આગોતરા જામીન મંજુર કરતો હુકમ કરેલ. આ કામમાં આરોપી મોરબી જીલ્લાના પ્રખ્યાત સીનીયર ધારાશાસ્ત્રી શ્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી. અગેચાણીયા, રવી ચાવડા, કનૈયાલાલ બાવરવા,હસમુખ ચાવડા, જયદીપ મહેતા, ક્રિષ્ના જારીયા, મહેશ્વરી મકવાણા, જયોતીકા કુરીયા રોકાયેલા હતા.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide













