મોરબીમા ચકચારી સાઈબર કેશના આરોપીનો જામીન પર છુટકારો.

0
1
/

મોરબી સીટી બી. ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપીઓએ તથા તેના લાગતા વળગતા ઈસમોએ એકબીજા સાથે મેળાપીપણુ કરી સાયબર ફોડ કરવા સારૂ સીન્ડીકેટ ચેનલ બનાવી અપરાધ કરવા પુર્વ આયોજીત કાવતરુ રચી અલગ અલગ રાજયોના અલગ-અલગ વ્યકિતઓ સાથે વિશ્વાસધાત, છેતરપીંડી કરી તેઓના બેંક એકાઉન્ટમાં સાયબર ફોડની રકમ જમા કરાવી તે રકમ ચેકથી વિથડ્રો કરી કેસ મેળવી સાયબર ફ્રોડના નાણા સગેવગે કરવા આર્થીક લાભ મેળવી આ કામના આરોપીઓએ ગુનામાં એકબીજાને મદદગારી કરી ગુન્હો કર્યા હોવાની ફરીયાદના આધારે મોરબી સીટી બી ડીવી. પોલીસે બી. એન. એસ એકટની કલમ-૧૧૧(૨) (બી), ૩૧૬(૫),૩૧૮(૪), ૬૧ (૨), મુજબનો ગુનો નોંધી આરોપી વર્ષ ઉર્ફે ગણેશ બીજેન્દ્રસીંઘ ઘામા નાઓની ધરપકડ કરેલ હતી.

 

જેમા આરોપી વર્ષ ઉર્ફે ગણેશ બીજેન્દ્રસીંઘ ઘામાએ મોરબીના સીનીયર એડવોકેટશ્રી દીલીપભાઈ અગેચાણીયા મારફત નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ. આરોપી તરફે એડવોકેટ મારફત ધારદાર કાયદાકીય દલીલ કરેલ અને નામદાર સુપ્રીમ કોર્ટ ના જજમેન્ટ રજુ રાખેલ. બન્ને પક્ષકારોની દલીલના અંતે નામ. કોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી અને નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટ ને ધ્યાને લઈ આરોપીઓને શરતી જામીન પર મુકત કરતો હુકમ કરેલ.

 

આ કામમાં આરોપી તરફે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટશ્રી તનવીર લોરનીયા, મોરબી જીલ્લાના પ્રખ્યાત સીનીયર ધારાશાસ્ત્રી શ્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી. અગેચાણીયા, રવી ચાવડા, કનૈયાલાલ બાવરવા, હસમુખ ચાવડા, જયદીપભાઈ મહેતા, કલ્પેશભાઈ ત્રીવેદી, ક્રિષ્ના જારીયા, મહેશ્વરી મકવાણા,જયોતીકા કુરીયા, હેમાંગીબા ઝાલા રોકાયેલા હતા

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/