મોરબી : એલ.ઇ.કોલેજમાં આ.રેક્ટરના રાજીનામા મામલે એન.એસ.યુ.આઈ.નું ઘરણા પ્રદર્શન

0
74
/

આસિસ્ટન્ટ રેક્ટર હોસ્ટેલના છાત્રોને હેરાન કરતા હોવાના આક્ષેપો સાથે તેમને સસ્પેન્ડ કરવાની ઉગ્ર માંગ : અંતે બન્ને વચ્ચે થયેલી મંત્રણામાં દશ દિવસ બાદ ગેરહાજર રહેલા પ્રિન્સિપાલ આવીને યોગ્ય નિર્ણય લેવાનું ઠેરવાયું

મોરબી : મોરબીની એલ.ઇ.કોલેજની હોસ્ટેલના આસિસ્ટન્ટ રેક્ટર અને વિધાર્થીઓ વચ્ચે હોસ્ટેલમાં રહેતા ગેરકાયદે વિધાર્થીઓના મુદ્દે થયેલી માથાકૂટ મામલે આજે કોલેજ કેમ્પસ ખાતે એન.એસ.યુ.આઈ.ના હોદેદારોએ વિધાર્થીઓને સાથે રાખીને આ.રેક્ટરના રાજીનામાની માંગ સાથે ધરણા પ્રદશન કર્યું હતું. આ મામલે એન.એસ.યુ.આઈના હોદેદારો તથા પ્રોફેસરો વચ્ચે મંત્રણા થયા બાદ એવો નિર્ણય લેવાયો હતો કે, રેગ્યુલર પ્રિન્સિપાલ દશ દિવસ બાદ રજા પરથી હાજર થયા બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

મોરબીની એલ.ઇ.કોલેજના હોસ્ટેલના આ.રેક્ટર પ્રોફેસર ભેટારીયા અને હોસ્ટેલના વિધાર્થીઓ વચ્ચે થોડા દિવસો પહેલા માથાકૂટ થઈ હતી. આ મામલે વિધાર્થીઓનું કહેવું છે કે, હોસ્ટેલના આ.રેટકરે વિના કારણે હોસ્ટેલમાંથી વિધાર્થીઓને અડધી રાત્રે ઉઠાડીને પોલીસ સ્ટેશને લઈ જઈને ખોટી રીતે હેરાન કર્યા હતા. જ્યારે આ મુદ્દે હોસ્ટેલના આ.રેક્ટરે જે તે સમયે એવો ખુલાસો કર્યો હતો કે, હોસ્ટેલમાં અમુક વિધાર્થીઓ ગેરકાયદે રહેતા હોય હોવાથી તેમની સામે નિયમ મુજબ કાર્યવાહી કરાઈ હતી. ત્યારે આ મુદ્દે વિધાર્થી સંગઠન એન.એસ.યુ.આઈ. દ્વારા હોસ્ટેલના આ.રેટકરે વિધાર્થીઓને ખોટી રીતે હેરાન કર્યા હોવાના આક્ષેપ સાથે તેના રાજીનામાની માંગણી મામલે આજે એલ.ઇ.કોલેજ કેમ્પસ ખાતે એન.એસ.યુ.આઈના દેવેન્દ્રસિંહ જાડેજા સહિતના હોદેદારો અને વિધાર્થીઓએ ઘરણા પ્રદર્શન કર્યું હતું અને આ.રેક્ટરના રાજીનામાની માંગ કરી હતી.

જ્યારે આ મામલે એલ.ઇ.કોલેજના પ્રોફેસરોએ વિધાર્થીઓને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જેમાં આ.રેક્ટરે જણાવ્યું હતું કે , તેમના દ્વારા નિયમ મુજબ કાર્યવાહી કરી હતી. છતાં પણ વિધાર્થીઓની લાગણી દુભાઈ હોય તો તેઓ માફી માંગવા તૈયાર છે અને રાજીનામાં અંગે પ્રિન્સિપાલ સાથે વાટાઘાટો કરીને નિયમ મુજબ કાર્યવાહી કરશે.

જોકે આજે ઘરણાને પગલે વિધાર્થીઓ અને એન.એસ.યુ.આઈના હોદેદારો તથા પ્રોફેસરો વચ્ચે મંત્રણા થયા બાદ એવો નિર્ણય લેવાયો હતો કે, રેગ્યુલર પ્રિન્સિપાલ એસ.એન.પંડયા હાલ મેડિકલ લિવ ઉપર છે. આ પ્રિન્સિપાલ દશ દિવસ બાદ હાજર થશે ત્યારે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. જોકે એન.એસ.યુ આઇ.એ પ્રિન્સિપાલ આવે પછી પણ યોગ્ય નિર્ણય ન લેવાય તો ઉગ્ર અદોલન કરવાની ચીમકી આપી છે.

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/