મોરબીના નારણકા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

13
146
/

મોરબીના નારણકા ગામે આજરોજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો તથા સરકાર તરફથી મળતી યોજના વિશેની માહિતી નારણકા ગ્રામજનોને આપવામાં આવી હતી.

આ તકે તાલુકા વિકાસ અધિકારી શ્રી પૃથ્વીરાજસિંહ ગોહિલ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ ગ્રામજનો એ પણ વૃક્ષ રોપી તેનુ જતન કરવા કહ્યું હતું તેમજ તાલુકા પંચાયત કચેરીની બહેનો દ્વારા મિશન મંગલમ્ મંડળ વિશેની માહિતી ગ્રામની બહેનોને આપવામાં આવી હતી તેમજ સરકાર તરફથી મળતી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી તેના લાભો કઈ રીતે લય શકાય તે વિશે ઉપસ્થિત અધિકારીઓએ જણાવ્યું હતું. આ તકે તાલુકા વિકાસ અધિકારી શ્રી પૃથ્વીરાજસિંહ ગોહિલ તલાટીક્રમ મંત્રી ડી.પી.જાડેજા નારણકા ગ્રામ પંચાયત સંરપંચ ભગવતીબેન રમેશભાઇ મેરજા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી પ્રાણલાલ પૈજા, તથા નારણકા ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

13 COMMENTS

Comments are closed.