મોરબી : શહેરની જાગૃત મહિલાઓના એક ગ્રુપે મોરબીમાં સહુનું ધ્યાન ખેંચ્યું છે. ખાસ કરીને રવાપર વિસ્તારમાં આ મહિલા ગ્રુપ દર શુક્રવારે સ્વેચ્છાએ વિવિધ સોસાયટીઓ અને મુખ્ય માર્ગની સઘન સફાઈ કરી રહી છે. ભણેલી ગણેલી ગૃહિણીઓ પોતાના વ્યસ્ત શિડયુલમાંથી સમય ફાળવીને પાછલા એક મહિનાથી દર અઠવાડિયે જાહેર સ્થળોની સફાઈ કરે છે. ત્યારે મોરબી પાલિકાને હજુ આ સેવા કાર્ય નજરે ચઢ્યું હોય એવું લાગતું નથી.શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી પાલિકાને આધીન હોવા છતાં આયોજનના અભાવને લીધે કે પછી નિયત ન હોય એમ પાલિકા શહેરની સફાઈ કામગીરી પ્રત્યે ઉદાસીન જોવા મળી રહ્યાનું સામે આવતા આ મહિલાઓના ગ્રુપે “જાત મહેનત જીંદાબાદ”ના સૂત્રને સાર્થક કરી બતાવવાના સંકલ્પ સાથે સ્વખર્ચે પાવડા, તગારા, સુપડા અને સાવરણા વસાવીને આ અભિયાન આદર્યું છે. આ અભિયાનની ચોમેર પ્રશંશા થઈ રહી છે ત્યારે લોકો પાલિકા પ્રત્યે ફિટકાર પણ વરસાવી રહ્યા છે. જે કામ પાલિકાએ કરવુ જોઈએ એ કામ ગૃહિણીઓ કરી રહી છે ત્યારે પાલિકા તરફથી એમની નોંધ સુધ્ધા લેવામાં નથી આવી. અધિકારીઓ અને પદાધિકરીઓમાં હજુ જરા પણ લાજ શરમ જેવું બચ્યું હોય તો નાગરિકોના આવા સ્વૈચ્છીક અભિયાનને કમસેકમ બિરદાવી તો શકાય જ છે. મોરબી અપડેટ આ સ્વૈચ્છીક સ્વચ્છતા અભિયાનની ટીમને બિરદાવે છે અને પાલિકા પણ લોક ભાગીદારીના આવા કાર્યોમાં ઉત્સાહજનક પ્રતિસાદ આપે એવી નાગરિકો વતી અપેક્ષા રાખે છે.
મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide