હળવદમાં પાણીના ધંધાર્થીઓ પર ફૂડ એન્ડ ડ્રગ્સ ટીમનું ચેકિંગ

0
93
/

 હળવદ પંથકમાં અનેક સ્થળે પાણીના ધંધાર્થીઓના પ્લાન્ટ ધમધમી રહ્યા છે ત્યારે આજે પાણીના ધંધાર્થીઓને ત્યાં ઓચિંતા ફૂડ એન્ડ ડ્રગની ટીમે ધામા નાખીને ચેકિંગ હાથ ધર્યું હતું તેમજ એક પ્લાન્ટમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હોવાની માહિતી અધિકારી સુત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે

        હળવદ પંથકમાં મિનરલ વોટરના નામે લોકોના આરોગ્ય સાથે થતા ચેડાની વ્યાપક ફરિયાદો બાદ આખરે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે આજે ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં જીલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ડી.આર.નંઢા અને તેની ટીમ દ્વારા હળવદ પંથકમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં શ્રી માતા બેવરેજીસ પ્લાન્ટમાં ચેકિંગ કર્યું હતું અને પાણીના સેમ્પલો લઈને વડોદરા લેબમાં મોકલવામાં આવ્યા છે હળવદ પંથકમાં Bis માન્ય મિનરલ વોટરના ફેકટરીમા ફૂડ એન્ડ ડ્રગ્સ ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં Fassi ના લાયસન્સ લેવા માટે પણ સુચના આપવામાં આવી હતી અને સેમ્પલો લઈને લેબોરેટરીમાં મોકલાયા છે જેનો રીપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ અધિકારી સુત્રોએ જણાવ્યું હતું

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/