વાંકાનેર આઈટીઆઈ ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે

0
68
/

નિયામક,રોજગાર અને તાલીમના નિયંત્રણ હેઠળની રોજગાર વિનિમય કચેરી – મોરબી દ્વારા તા.૧૬ મી જુલાઈના રોજ વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

       વાંકાનેર સ્થિત આઈ.ટી.આઈ. ખાતે યોજાનાર આ ઔદ્યોગિક ભરતી મેળામાં મોરબી  જિલ્લાના  ખાનગી ક્ષેત્રાના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. જેથી ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુકનોન મેટ્રીક/એસએસસી/એચએચસી/આઇટીઆઇ/સ્નાતકની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની વયના ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડયાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇજના ફોટોગ્રાફ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે નિયત તારીખે અચુક ઉપસ્થિત રહેવામોરબી જિલ્લા રોજગાર અધિકારીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

આ યાદીમાં વધુમાં જણાવ્યા પ્રમાણે રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહી કરાવેલ ઉમેદવારો પણ આ રોજગાર ભરતી મેળામાં ઉપસ્થિત રહી શકશે. જેને ધ્યાને લઈ મોરબી જિલ્લાના રોજગારવાંચ્છુકોને આ ભરતી મેળાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/