મોરબીની આસપાસમાં આવેલા સિરામિક યુનિટમાંથી ટાઈલ્સ મંગાવીને કારખાનેદારને ઘણી વખત ધુમ્બા મારવામાં આવતા હોય છે આવી જ રીતે તાજેતરમાં મોરબીના જુદાજુદા પાંચ સિરામિક યુનિટમાંથી સુરતના વેપારી દ્વારા સમયાંતરે ૧૫,૭૫ લાખની ટાઈલ્સ મંગાવવામાં આવી હતી ત્યાર બાદ કારખાનેદારોને બીલની રકમ નહિ ચૂકવીને વેપારીએ કારખાનેદારોની સાથે છેતરપીંડી કરી હોવાથી ભોગ બનેલા ઉદ્યોગકારો દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સુરતના વેપારીની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે
બનવાની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લખધીરપુર રોડ આવેલ આલ્ફા વિટ્રીફાઈડના માલિક અને સામાકાંઠે ઉમા ટાઉનશીપમા રહેતા રણજીતભાઈ લલીતભાઈ ભડાણીયાએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ૨૯/૧૦/૨૦૨૭ થી લઈને વર્ષ ૨૦૧૮ દરમ્યાન સુરતમાં વ્રજ સિરામિક નામની પેઢી બનાવની વેપારી કરતા મૂળ મોરબીના રહેવાસી કાંતિભાઈ અંબારામ ઘેટિયાએ ફરીયાદીના કારખાના ઉપરાંત નીચી માંન્ડલા પાસે આવેલ નેલ્શન સિરામિક, જેતપર રોડે આવેલ વી-સેવન સિરામિક અને સોલો સિરામિક તેમજ લાલપર પાસે આવેલ સેગવે સિરામિકના મલિક પાસેથી ૧૫.૭૫.૪૪૭નો સિરામિક ટાઈલ્સનો માલ મંગાવ્યો હતો ત્યાર બાદ વેપારીએ કારખાનેદારોને રૂપિયા નહી ચૂકવીને છેતરપીંડી કરી હતી. જેથી કરીને પોલીસે ફરિયાદ નોંધીને હાલમાં આરોપીની ધરપકડ કરેલ છે
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide