મોરબી, માળિયા, હળવદ અને ટંકારામાં જુગારની કુલ મળીને ચાર રેડ: ૨૪ જુગારી પકડાયા

0
183
/

મોરબી પંથકમાં છેલ્લા દિવસોથી શ્રાવણીયો જુગાર ચાલુ થઇ ગયો છે ત્યારે જુગારીઓ ઉપર પોલીસના દરોડા પાડવામાં આવી રહ્યા છે જો વાત કરીએ છેલ્લા બે દિવસની તો મોરબી જીલ્લાના જુદાજુદા પોલીસ મથકના સ્ટાફ દ્વારા ચાર જગ્યાએ જુગારની રેડ કરવામાં આવી હતી જેમાં કુલ મળીને ૨૪ જુગારી પકડાયા હતા

મોરબી તાલુકાની હદમાં આવતા ધુળકોટ ગામની સીમમાં ખાનપર જવાના રોડ તરફ આવેલા કારખાનાની પાછળના ભાગમાં જુગાર રમતા હોવાની પોલીસને બાતમી મળી હતી જેથી કરીને તાલુકા પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવતા અમરશી તુલસીભાઈ, અમરશી કેશવજીભાઇ, નરશી લાલાજીભાઇ અને દિનેશ દામજીભાઇ જુગાર રમતા મળી આવ્યા હતા જો કે પોલીસને જોઈને જયંતિલાલ દામજીભાઈ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા માટે પોલીસે ચાર જુગારીઓની ૪૭૨૫૦ ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી અને નાશી છુટેલા જુગારીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા

હળવદ તાલુકાના રાતાભેર ગામે રામજી મંદિર પાસેના ખુલ્લા ચોકમાં જુગાર રમી રહ્યા હોવાની સ્થાનિક પોલીસને બાતમી મળી હતી જેથી કરીને હળવદ પોલીસ ના સ્ટાફ દ્વારા રાતભર ગામે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે રવિ નવઘણભા, જયેશ ચંદુભાઈ, વિપુલ પ્રેમજીભાઈ, સંજય નાથાભાઈ, ભાવેશ પ્રેમજીભાઈ, વિનોદ વિઠ્ઠલભાઈ, ગણેશ ચતુરભાઈ,ચંદુ અમરશીભાઈ,રાજુ દિનેશભાઈ અને જસમત લાલજીભાઈ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૧૦૧૨૦ ની રોકડ કબજે કરીને તમામ આરોપીઓની ધરપકડ કરી હતી

ટંકારા તાલુકાના નસીતપુર ગામે જુગાર રમતા હોવાની પોલીસને બાતમી મળી હતી જેથી કરીને નસીતપર ગામના વણકરવાસની અંદર જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે પરસોતમ નથુભાઈ, રમેશ નથુભાઈ, રમેશ ભાણજીભાઈ, જેન્તીભાઈ લક્ષ્મણભાઈ, પ્રકાશભાઈ મોહનભાઈ અને કમલેશ કેશુભાઇ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૮૬૦ રોકડ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/