મોરબી એલસીબીએ ૮૪ બોટલ દારૂ પકડયો:બૂટલ્ગરની શોધખોળ

0
248
/
/
/

મોરબી એલસીબીના સ્ટાફે બાતમીના આધારે શહેરની દફતરી શેરીમાં રેડ કરીને રહેણાંક મકાનમાંથી ૮૪ બોટલ દારૂ પકડી પાડ્યો હતો જોકે બુટલેગર મળી આવેલ ન હોય પોલીસે તેની શોધખોળ શરૂ કરેલ છે.મોરબી એલસીબીના સ્ટાફે બાતમીના આધારે શહેરની દફતરી શેરીમાં રહેતા નિખિલ જયપ્રકાશ દફતરી નામના વણિક યુવાનના મકાનમાં ગતમોડી રીત્રીના અગિયારેક વાગ્યે રેડ કરી હતી ત્યારે શોધખોળ દરમિયાન મકાનમાં છુપાવેલ વિદેશી દારૂની ૮૪ બોટલ કિંમત રૂપિયા ૪૨ હજારનો જથ્થો મળી આવતા નિખિલ દફતરી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝનમાં ગુનો નોંધાયો છે અને હાલ નિખિલ દફતરી હાજર ન મળી આવેલ હોય પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. જ્યારે મોરબીની રાધે કૃષ્ણ સ્કૂલ નજીકથી મોરબી એ ડિવિઝન પોલીસે યોગેન્દ્રસિંહ કિર્તીસિંહ જાડેજા (ઉમર ૨૭) રહે.યદુનંદન પાર્ક,કેનાલ રોડ મોરબીને અટકાવી તેની તલાશી લેતા તેની પાસેથી વિદેશી દારૂની એક બોટલ મળી આવતા યોગેન્દ્રસિંહની પણ દારૂના ગુનામાં અટકાયત કરી આગળની તપાસ શરૂ કરાયેલ છે તેમ પોલીસે જણાવ્યુ હતુ.

છ બોટલ દારૂ સાથે ૩ પકડાયા

મોરબી તાલુકા પોલીસે શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ભડીયાદ ગામે બેઠાપુલ નજીક રેડ કરી હતી. જ્યાં બાઈકમાં ત્રણ સવારીમાં જઈ રહેલા ઇસમોને અટકાવી તલાસી લેતા તેઓ પાસેથી વિદેશી દારૂની છ બોટલો કિંમત રૂા.૧૮૦૦ મળી આવતા દારૂ તથા બાઇક મળીને કુલ રૂા.૩૧,૮૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી તાલુકા પોલીસે રમેશ ઉર્ફે રવિ પ્રવિણ ડાભી (ઉંમર ૧૯) રહે.સોઓરડી મોરબી-૨, હસમુખ ઉર્ફે સુરેશ હરેશ રાણા (ઉંમર ૨૨) રહે. નવાજાંબુડીયા ધર્મસિદ્ધિ સોસાયટી,મોરબી અને સુરમલ વરિયા પરમાર ભીલ (ઉમર ૩૦) રહે.ભડીયાદ કાંટેમોરબી-૨ મૂળ દાહોદની દારૂના ગુનામાં અટકાયતો કરી આગળની રાબેતા મુજબની તપાસ શરૂ કરેલ છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

 

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner