મોરબી : વિદ્યાર્થીઓથી ખચાખચ ભરેલી બસ નટરાજ ફાટક પાસે બંધ પડતા છાત્રો અટવાયા

0
121
/

મોરબી : ગુજરાત રાજ્ય માર્ગ-પરિવહનની મુસાફરોથી ખચાખચ ભરેલી એસટીની બસમાં અચાનક બ્રેક ફેલ થવાથી બંધ થતા અસંખ્ય વિદ્યાર્થીઓ અટવાઈ ગયા હતા.. ત્યારે એસટી તંત્ર આવી ખખડધજ બસો ચલાવીને મુસાફરોના જીવ જોખમમાં મૂકી રહ્યાનું સ્પષ્ટ થઈ રહ્યું છે.

બનાવની એક પેસેન્જર પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ જીવાપર-ચકમપર રૂટની બસ મોરબી નજીક નટરાજ ફાટક પાસે પહોંચી ત્યારે અચાનક બસની બ્રેક ફેલ થઈ જવાથી ડ્રાયવરે બસને મહામહેનતે રસ્તા વચ્ચે જ રોકી ઉભી રાખી દીધી હતી. બ્રેક ફેલ થયાની જાણ થતાં મુસાફરોના જીવ પડીકે બંધાઈ ગયા હતા. બસમાં અન્ય મુસાફરોની સાથે અપ-ડાઉન કરવા વાળા સેંકડો વિદ્યાર્થીઓ પણ હતા. જોકે સદનસીબે કોઈ અઘટિત ઘટના બની ન હતી. અન્યથા આ બસે મોટા અકસ્માતોની હારમાળા સર્જી હોત.

આ બસમાં વહેલી સવારે 6 વાગ્યે શાળા-કોલેજોએ જતા વિદ્યાર્થીઓએ ડેપો મેનેજરને વારંવાર જાણ કરવા છતાં કોઈ વૈકલ્પિક વ્યવસ્થા થઈ ન હોવાથી ભૂખ્યા-તરસ્યા બસમાં બેસી રહેવા મજબુર બન્યા હોવાનું સામે આવ્યું છે GJ 18 T 6440 નંબરની આ બસની હાલત જોઈને શંકા ઉદભવે છે કે આરટીઓ દ્વારા આ બસને ફિટનેસ સર્ટિફિકેટ કઈ રીતે અપાયું હશે. એક બાજુ એસટી તંત્ર ખાનગી પેસેન્જર વાહનો સામે અભિયાન ચલાવે છે ત્યારે પોતાનું તંત્ર સુધરે એ બાબતે દુર્લક્ષ સેવે છે તેવો ગણગણાટ પેસેન્જરોમાં થઈ રહ્યો હતો.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/