મોરબીમાં રઝળતા ઢોરની સસ્મ્યા ત્રણ દિવસમાં ન ઉકેલાય તો આશ્ચર્યજનક આંદોલન: યુવા ભાજપની ચીમકી

0
142
/

મોરબી શહેરના મોટાભાગના રોડ-રસ્તા છેલ્લે પડેલા ભારે વરસાદમાં ધોવાઈ ગયા છે અને રસ્તાઓ ઉબડ ખાબડ થઈ ગયા હોવાથી હાલમાં ટ્રાફિકજામ સહિતના પ્રશ્નો ઊભા થતા હોવાથી આજ રોજ મોરબી શહેર યુવા ભાજપની ટીમ દ્વારા મોરબી પાલિકાના પ્રમુખને આવેદનપત્ર પાઠવીને શહેરના રોડ-રસ્તા યોગ્ય સમારકામ કરવા માટેની માંગ કરવામાં આવી છે સાથોસાથ શહેરના રોડ-રસ્તા ઉપર અડીંગો જમાવીને બેસતાં રખડતાં ઢોરને દુર કરવા માટે આગામી ત્રણ દિવસમાં પાલિકા દ્વારા નક્કર કામગીરી નહીં કરવામાં આવે તો આશ્ચર્યજનક આંદોલન કરવાની યુવા ભાજપની ટીમ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે

મોરબી શહેરને આમ તો સૌરાષ્ટ્રનું પેરિસ કહેવામાં આવે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી શહેરના રસ્તાઓ ઉબડ ખાબડ છે અને તેવામાં અધૂરામાં પૂરો છેલ્લા અઠવાડિયાની અંદર ભારે વરસાદ પડ્યો હતો જેથી કરીને વરસાદી પાણી ભરાવાના કારણે મોટાભાગના રોડ-રસ્તા ગામડાના રસ્તા કરતાં પણ બદતર થઈ ગયા છે જેથી કરીને આજે મોરબી શહેર યુવા ભાજપની ટીમ દ્વારા મોરબી નગરપાલિકાના પ્રમુખને આવેદનપત્ર પાઠવીને શહેરમાં ઉબડ ખાબડ થઈ ગયેલા રોડ રસ્તાને યોગ્ય કરવા માટે થઈને રજૂઆત કરવામાં આવી છે તેમજ રઝળતા ઢોરની કાયમી સમસ્યામાંથી નગરજનોને મુક્તિ મળે તેના માટે થઈને કામગીરી નહિ કરવામાં આવે તો મોરબી યુવા ભાજપની ટીમ દ્વારા આંદોલન કરવામાં આવશે અને દોરની સમસ્યાને ઉકેલવા માટે નગરપાલિકાને ત્રણ દિવસનું અલ્ટીમેટમ દેવામ આવ્યું છે જો યોગ્ય કાર્યવાહી નહી કરવામાં આવે તો શહેર યુવા ભાજપની ટીમ દ્વારા આશ્ચર્યજનક કહી શકાય તેવો કાર્યક્રમ આપવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે આ તકે મહાવીરસિંહ જાડેજા, પ્રતાપસિંહ જાડેજા, મનનભાઈ શેઠ, સુખદેવ દેલવાડીયા, અરુણભાઈ રામાવત, તેજશભાઈ રાણપરા અને ઉત્સવ ચંદે સહિતના હાજર રહ્યા હતા

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/