મોરબીમાં ફોટો અને વીડિયો એસો.દ્વારા તેજસ્વી વિધાર્થી સન્માન સમારોહ યોજાયો

0
104
/

ટંકારામાં પુર વખતે જીવનના જોખમે અસરગ્રસ્તોને બચાવનાર જાબાઝ પોલીસ જવાન પૃથ્વીરાજસિંહ જાડેજાનું પણ સન્માન કરવામાં આવ્યું

મોરબી : મોરબીમાં ફોટો અને વીડિયો એસોસિએશન દ્વારા તાજેતરમાં દશાશ્રી માળી વણીક જ્ઞાતિની વાડી ખાતે તેજસ્વી વિધાર્થી સન્માન સમારોહ અને સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો.જેમાં ધો.1થી 12 સુધીના 35 જેટલા અને કિજીથી માંડીને ધો.12 સુધીના બીજા 100 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામો અપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

 વિડીયા એસોસિએશન દ્વારા આયોજિત તેજસ્વી વિધાર્થી સન્માન સમારોહ અને સ્નેહ મિલન સમારોહમાં પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે વરિષ્ઠ ફોટોગ્રાફરનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.તે ઉપરાંત ટંકારામાં પુર વખતે જીવનના જોખમે અસરગ્રસ્તોને બચાવનાર જાબાઝ પોલીસ જવાન પૃથ્વીરાજસિંહ જાડેજાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા આ એસોસિએશનના પ્રમુખ મહાદેવભાઈ ઉટવાડિયા ,ભાવેશભાઈ ચીખલીયા,રમેશભાઈ રૂપાલા સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/