મોરબી શહેરની અંદર ત્રણ ખાનગી મેળાના આયોજન કરવામાં આવેલ છે અને તેના સંચાલકો દ્વારા મેળામાં રાઇડ ચલાવવા માટે મંજૂરી માગવામાં આવી છે પરંતુ આજે બપોરના ૧૧ વાગ્યા સુધી એક પણ મેળામાં રાઈડ ચલાવવા માટેની મંજુરી આપવામાં આવી નથી તેવું મોરબી જીલ્લા માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર આર.ડી સોલંકી પાસેથી જાણવા મળેલ છે જો કે, આજથી શરુ કરવામાં આવતા મેળાઓમાં જુદીજુદી રાઈડ મજુરી સાથે ચાલશે કે પછી જવાબદાર અધિકારીઓ દ્વારા મંજુરી વગર ચાલતી રાઈડને બંધ કરાવવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે
જન્માષ્ટમીના પર્વમાં મેળાની મોજ માણવા મળતી હોય છે જેથી કરીને લોકો આતુરતાથી મેળાની રાહ જોતા હોય છે જો કે, આ વખતે મેળામાં અવનવી રાઇડો ચાલશે નહીં તેવું લાગી રહ્યું છે કેમ કે, થોડા સમય પહેલા અમદાવાદ ખાતે કાંકરિયામાં એક રાઈડ તૂટી જવાના કારણે ઘણા નિર્દોષ વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા હતા અને આ ઘટનાને ધ્યાનમાં રાખીને હાલમાં કોઈ પણ જગ્યાએ મેળાની અંદર રાઇડ ચલાવવા માટે મંજુરી આપવામાં આવતી નથી દરમ્યાન મોરબી શહેરમાં યોજાનારા મેળાઓની વાત કરીએ તો શહેરના જુદાજુદા વિસ્તારોમાં ત્રણ ખાનગી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જો કે, આ ત્રણમાંથી એક પણ મેળામાં રાઈડ ચલાવવા માટેની મંજુરી હાલમાં જે કમિટી બનાવવામાં આવી છે તેના દ્વારા આપવામાં આવી નથી
અત્રે ઉલેખનીય છે કે, સંચાલકો પાસેથી મિકેનિકલ એન્જિનિયરનું પ્રમાણપત્ર, ઈલેક્ટ્રીક ઇજનેરીનું પ્રમાણપત્ર, સિવિલ ઇજનેરનું પ્રમાણપત્ર અને ચીફ ઓફિસરનું પણ પ્રમાણપત્ર માંગવામાં આવી રહ્યું છે અને મોટાભાગે હજુ સુધી કોઈના પોઝિટિવ આવ્યા નથી તેવું જાણવા મળ્યું છે દરમ્યાન મોરબી જીલ્લા માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર આર.ડી સોલંકી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આજે બપોરના ૧૧ વાગ્ય સુધી તેમના તરફથી મોરબીમાં યોજાનારા એકપણ મેળામાં રાઈડ ચલાવવા માટેની મંજુરી આપવામાં આવી નથી
હવે પ્રશ્નએ ઉભો થાય છે કે, જો મંજુરી આપવામાં આવી ન હોય તો શહેરના જુદી-જુદી વિસ્તારમાં ત્રણ ખાનગી મેળાના આયોજન કરવામાં આવ્યા છે તેમા રાઈડો ચલાવવામાં દેવામાં આવશે કે કેમ. જો સંચાલકો પાસે મંજુરી ન હોય અને તેના દ્વારા લોકોના જીવ જોખમમાં મુકાય તેવી રીતે નીતિનિયમોનો ઉલાળ્યો કરીને રાઈડ ચલાવવામાં આવશે તો તેને બંધ કરાવવામાં આવશે કે પછી જવાબદારીની સામે આંખ આડા કાન કરી નાખવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide