મોરબીમાં બે સ્થળોએ સીસીટીવીના વાયર અને પોલમાં નુકસાની

0
112
/

વાયરીંગ કામના પેચવર્કમાં પણ લોલંલોલ કામગીરીની બૂમ

મોરબી સેફર સિટી અંતર્ગત મોરબી શહેરમાં આશરે રૂપિયા ત્રણેક કરોડથી વધુ રકમના ખર્ચે સીસીટીવી લગાડવાનો પ્રોજેક્ટ પોલીસ અને લોકભાગીદારીથી કરાયો છે જેમાં મોટાભાગના વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લાગી ગયા છે જ્યારે અમુક વિસ્તારોમાં કેમેરા લગાવવાનું વાયરીંગ તેમજ પોલ ફીટીંગનું કામ ચાલુ છે દરમ્યાન મોરબી શહેરમાં જુદાજુદા બે વિસ્તારોમાં નુકશાનીના સમાચારો મળી રહ્યા છે.જેમા અવની ચોકડી પાસે સીસીટીવીનો વાયર જેમાંથી પસાર કરાયો છેતે લોખંડનો પાઇપ તૂટી જવાની કારણે સીસીટીવીના વાયરને નુકશાની પહોંચેલ છે તેમજ વિજય ટોકીઝથી નવાડેલા રોડ જવાના રસ્તે ખૂણા પાસેના સીસીટીવી કેમેરા લગાવાયેલા બીડના કલાત્મક પોલ સાથે કોઇ વાહન અથડાતા પોલ ફાઉન્ડેશન સહિત ઉખડીને નમી પડયો હતો અને બાજુમાં પડેલી મજુરની એક લારીને પણ આ બનાવમાં નુકશાન થતા મજુર મુશ્કેલીમાં મુકાયો હતો.

તેમજ વધુમાં એવી પણ શહેરીજનોની ફરીયાદમાંથી જાણવા મળ્યું છે કે જે કોઇપણ સ્થળે સીસીટીવીના પોલ અને વાયરોને નાંખવામાં આવી રહ્યા છે તે માટે ખોદકામ કરાયા બાદ જેતે જગ્યાએ રોડ ઉપર કામ પુરૂ થયે પેચવર્ક કરવામાં આવતું નથી જેથી મોરબીવાસીઓના નસીબમાં અંતે તો ખાડા જ લખાઈ જાય છે..! લોકોદાઢમાંથી બોલી રહ્યા છેકે છે રોકવા કે પુછવાવાળુ..??મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/