મોરબી-માળીયા હાઇવે ઉપર ટીંબડી ગામના પાટિયા પાસેના ઓએસિસ સિરામીકની સામે રોડ ઉપર એક બાઇક કોઇ કારણોસર અકસ્માતગ્રસ્ત થઇને ટ્રકની પાછળ ઘુસી જતા ટ્રકના તોતીંગ વ્હીલ માથા ઉપર ફરી જવાથી અશોકભાઈ માવજીભાઈ રાઠોડ (ઉ.વ.૪૦) રહે.જુના નાગડાવાસ(મોરબી)નું મોત નીપજ્યું હતું.
જયારે મોરબીના હજનાળી-ખારચિયા વચ્ચે રોડ ઉપરથી જઇ રહેલ બાઇકનું વ્હીલ પથ્થર ઉપર આવતા બાઇક સ્લીપ ખાઇને ટ્રક સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં દિલીપભાઈ જેશાભાઈ ગોજીયા (ઉ.વ.૨૬) રહે. ગાયત્રીનગર, એરપોર્ટ રોડ, જામનગરનું મોત નીપજ્યું હતું.તેમજ સાથે રહેલા મોહિલ ભગવનભાઈ રામ (ઉ.વ.૨૦) રહે. કાંટાળા તા. કોડીનારને ઇજાઓ પહોંચી હોય હોસ્પિટલે સારવારમાં લઇ જવાયો હતો.મૃતક ફોરેસ્ટ વિભાગમાં નોકરી કરતો હોય તેના મિત્ર સાથે કચ્છ જઇ રહ્યો હતો તે સમયે ગોજારી ઘટના બની હતી.પોલીસે ઉપરોક્ત બંને બનાવોની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
વાહન અકસ્માત
મોરબીના ગાંધી ચોક નજીક પગપાળા જઈ રહેલા યુવાને કારે અડફેટે લીધી હતી જેથી તેને સારવાર માટે ખસેડાયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ગાંધીચોક પાર્કીંગના ગેઇટ સામેની શેરીમાં પગપાળા જઇ રહેલા દિનેશ જીવાભાઈ રાઠોડ બારોટ (ઉંમર વર્ષ ૪૭)રહે.સિલ્વર પાર્ક સોસાયટી ઘુંટુને ઇકોસ્પોર્ટ કાર નંબર જીજે ૬ પીએ ૪૨૪૩ ના ચાલકે હડફેટ લેતા દિનેશભાઇને પગે ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચી હતી સારવાર બાદ તેઓઅ કાર ચાલક સામે એ ડિવિઝનમાં ગુનો નોંધાવ્યો હતોમોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA
મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
