મોરબીમાં ઓનલાઇન હાજરી સહિતની પીડાઓથી કંટાળીને સરકારી શાળાના આચાર્યએ મૂક્યું રાજીનામું

0
230
/

રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળામાં અભ્યાસ કરવા માટે આવતા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓને ભણાવવા માટે આવતા શિક્ષકોની ઓનલાઇન હાજરી ભરવાનું શરૂ કરી દેવામાં આવ્યુ છે દરમ્યાન ઓનલાઇન હાજરી સહિતની પીડાથી ત્રાહીમામ પોકારી ગયેલા હરીપર(કે) શાળાના આચાર્ય દ્વારા રાજીનામુ મુકી દેવામા આવ્યુ છે

વર્તમાન કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ડિજિટલ ઇન્ડિયા ઉપર ભાર મૂકીને સરકારી કચેરીઓમાં મોટાભાગની કામગીરીને ઓનલાઇન કરવામાં આવી રહી છે દરમિયાન સરકારી શાળાઓમાં અભ્યાસ કરવા માટે આવતા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓને ભણાવવામાં માટે આવતા શિક્ષકોની હાજરી પણ ઓનલાઈન ભરવા માટેની કામગીરી છેલ્લા ઘણા સમયથી શરૂ કરી દેવામાં આવી છે જો કે વર્ષો પહેલા સરકારી શાળાઓમાં શિક્ષક તરીકે જોડાયેલા શિક્ષકોને ઓનલાઇન કામગીરી ન આવડતી હોવાથી ઘણી મુશ્કેલીઓ તેઓને કામગીરી દરમિયાન ઉભી થતી હોય છે જોકે તેનું સોલ્યુશન ન આવવાના કારણે ઘણી વખત સરકારી કર્મચારી રાજીનામુ મુકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે આવો જ ઘાટ મોરબી તાલુકાની અંદર પણ જોવા મળે છે અને ઓનલાઇન હાજરી ભરવા સહિતની પીડાઓથી કંટાળીને એક શાળાના આચાર્ય દ્વારા રાજીનામું મૂકી દેવામાં આવેલ છે

મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામે આવેલ સરકારી શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા રમેશભાઈ જાકાસણીયા દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને લેખિતમાં સ્વૈચ્છીક રાજીનામું આપવામાં આવ્યું હતું અને તેમાં તેઓએ લખ્યું હતું કે ઓનલાઇન હાજરી ભરવા સહિતની કામગીરી તેમજ બીએલઓ સહિતની વધારાની જવાબદારી સોંપવામાં આવી રહી છે જે ઓનલાઇન કામ કરવાનું હોય છે અને તેઓ એન્ડ્રોઇડ સ્માર્ટ મોબાઈલ યુઝ કરતા ન હોવાથી તેઓને ઓનલાઇન હાજરી ભરતાં આવતું નથી જેથી કરીને તેમણે રાજીનામું મૂકવાનો નિર્ણય લીધો હતો અને તેઓએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રાજીનામુ પણ સોંપી દીધું હતું જોકે ત્યાર બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિતના મિત્રો દ્વારા તેઓને સમજૂત કરવામાં આવતા હાલમાં તેઓએ પોતાનું સ્વેચ્છિક રાજીનામું પાછું ખેંચી લીધું હોવાનું શિક્ષણ વિભાગના સુત્રો પાસેથી જાણવા મળેલ છે

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/