મોરબી નજીક દુષ્કર્મ બાદ મહિલાની નિર્મમ હત્યાની આશંકાઃ તપાસનો ધમધમાટ

45
488
/

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર જુના જાબુડિયા ગામમાં નિર્જન સીમમાંથી એક અજાણી પચ્ચીસેક વર્ષીય પરપ્રાંતિય મહિલાની માથાના ભાગે તોતિંગ પત્થર ઝીંકીને નિર્મમ હત્યા કરાયેલી હાલતમાં લાશ પડી હોવાની માબિતી મળતા મોરબી તાલુકા પીએપઆઇ સહિતનો સ્ટાફ પહોંચ્યો હતો.બનાવ સ્થળેથી પથ્થર વડે માથું છુંદીને અજાણી મહિલાની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવતા પોલિસે રેપ વીથ મર્ડર હોય તેવી પ્રાથમિક શંકાના આધારે મહિલાના મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ મોકલાયેલ છે.

મોરબી તાલુકા પીએસઆઇ એમ.વી.પટેલ તથા સ્ટાફે તપાસ હાથ ધરતા મહિલા પરપ્રાંતિય હોય અને શરીર ઉપર ચણીયો-બ્લાઉસ પહેરેલ જે અસ્તવ્યસ્ત હાલતમાં અને નિચેના ભાગે સાલ પાથરેલ જોવા મળી હતી. મહિલાનું માથું પથ્થરથી છુદી નાખીને હત્યા કરવામાં આવી હોય અને તે પૂર્વે તેણીની સાથે અઘટીત બનાવ બન્યો હોય તેવી પ્રાથમિક શંકાના આધારે બનાવના તથ્યો જાણી રહ્સ્યોના તાણાવાણા ઉકેલવા મોરબી તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી બનાવને અંજામ આપનાર સુધી પહોંચવા જુદીજુદી દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.