હળવદના અજિતગઢ ગામે પુરમાં 23 લોકો ફસાયા : રેસ્ક્યુ માટે NDRFની ટીમને બોલવાઈ

0
120
/
બ્રાહ્મણી નદી અને રણનુ પાણી અજિતગઢ ગામે વાડી વિસ્તારમાં ફરી વળતા 23 શ્રમિકો ફસાયા બાદ તમામને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાશે

હળવદ : હળવદ પંથકમાં મેઘરાજા કહેર વરસાવી રહ્યા છે.વરસાદને કારણે બ્રાહ્મણી નદી ગાંડીતુર બનતા આ નદીના પાણી અને રણનું પાણી પુરની જેમાં હળવદ તાલુકાના અજિતગઢ ગામે વાડી વિસ્તારમાં ફરી વળ્યાં છે આ પુરમાં 23 લોકો ફસાયા છે જેને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન કરવા એન.ડી.આર.એફની ટીમને બોલાવવામાં આવી છે.હળવદ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને અવિરતપણે વરસાદ વરસતો હોવાથી મોટી આફત આવી પડી છે જેમાં ભારે વરસાદને કારણે હળવદની બ્રાહ્મણી નદી ગાંડીતુર બનીને બે કાંઠે વહેવા લાગી છે.આ બ્રાહ્મણી નદીના પાણી ધસમસતા પુરની જેમાં હળવદ તાલુકાના અજિતગઢ ગામે વાડી વિસ્તારમાં ફરી વળ્યાં છે.જેથી વાડી વિસ્તારમાં ખેતમજૂરી કરીને પેટીયું રળતા 23 જેટલા શ્રમિકો પાણીના પુરમાં ફસાયા છે. 23 લોકો પાણીના પુરમાં ફસાતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. જોકે ગ્રામજનોએ પાણીમાં ફસાયેલા 23 શ્રમિકોને બચાવવા ભારે અથાક પ્રયાસો કર્યા હતા. જેમાં સ્થાનિકો હોડી અને ટ્રેક્ટરથી રેસ્ક્યુ કરવાનો પ્રયત્ન કર્યા હતો પણ એમાં સફળતા મળી ન હતી.પાણી એટલી હદે વાડી વિસ્તારમાં ફરી વળ્યું હોય અને 23 શ્રમિકો પાણીની વચ્ચોવચ હોવાથી હેલિકોપ્ટરથી તેમને બચાવી શકાય તેવી સ્થિતિ ઉદભવી છે.

મોરબીના વધુ સમાચારો માટે The Press Of India ની નીચે આપેલ લિન્ક સાથે જોડાઓ

ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 
ટ્વિટર:-
 https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en 
વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/GmiNcCIkwLI7wVeMdeDQxP

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/