માળીયા (મી.)ની મામલતદાર કચેરીના બિલ્ડિંગની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગ

0
27
/
કચેરીના જર્જરીત મકાનનો ઉપયોગ કરવો હિતાવહ નથી : મામલતદારની કલેકટર અને સબરજીસ્ટારને રજૂઆત

માળીયા (મી.) : માળીયા (મી.)ના મામલતદાર સી. વી. નીનામા દ્વારા ઓફીસના બિલ્ડિંગમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવા માળીયા (મી.)ના સબ રજીસ્ટાર તથા તિજોરી અધિકારી તેમજ જિલ્લા કલેકટરને માંગ કરવામાં આવી છે. તેમજ કચેરીના જર્જરીત મકાનનો ઉપયોગ કરવો હિતાવહ નથી. તેવી જાણ લેખિત રજૂઆતમાં કરવામાં આવી છે.

સબ રજીસ્તરને લેખિત રજૂઆતમાં મામલતદારે જણાવ્યું છે કે માળીયા (મી.)ની મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટની કચેરીનું મકાન જર્જરીત થઈ ગયું છે. જેથી, કચેરીના હેતુ માટે તેનો ઉપયોગ કરવો હિતાવહ ન નથી. આ બાબતે ધ્યાન દોરી કચેરીના સુચારૂ સંચાલન માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આશરે દસેક દિવસ પહેલા મકાનના બહારના ભાગની છત પડી ગઈ હતી. આથી, જર્જરીત હાલતની કચેરીમાં કામ કરવામાં જીવનું જોખમ રહેલું છે.

આ ઉપરાંત, કલેકટરને લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે વર્ષ 2017 અને વર્ષ 2019માં થયેલ ભારે વરસાદથી મામલતદાર કચેરી, માળીયા(મી.) ના બિલ્ડીંગને ભારે નુકશાન થવા પામેલ છે. પુરના કારણે કચેરીનાં રેફર્ડ, ફર્નિચર અને કપ્યુટરો તથા પ્રિન્ટરો જેવી ઇલેક્ટ્રોનીક વસ્તુઓને ભારે નુકશાન થયેલ છે. કચેરી નીચાણવાળા વિસ્તારમાં હોવાથી ભારે વરસાદને કારણે પાણી ભરાઇ જવાને કારણે ખૂબ જ જરૂરી રેકર્ડ પલળી જવાને કારણે નાશ પામેલ છે. જી-સ્વાન રૂમમાં પાણી ભરાઈ જવાને કારણે જી-સ્વાન કનેક્ટીવીટી જતી રહેવાનો પ્રશ્ન ઉભો થાય છે. જેના લીધે અવાર-નવાર ઇ-ધરા, પુરવઠા તેમજ એટીવીટી શાખાને લગત ઓનલાઇન કામગીરીમાં ભારે મુશ્કેલી પડે છે તેમજ અરજદારોને પણ અવારનવાર કચેરીએ ધક્કા ખાવા પડે છે. બિલ્ડીંગની બધી છતો જર્જરીત હોવાથી વારંવાર તેમાંથી પોપડા પડવાના બનાવો બનતા રહે છે.

ઉપરોક્ત સંદર્ભ તળેનાં નાયબ કાર્યપાલક ઈજનેરના પત્ર અનુસાર મામલતદાર કચેરી માળીયા(મી.)ના બિલ્ડીંગમાં ગયા વર્ષે જ આગળનાં ભાગમાં છત જર્જરીત થઈ તુટી પડેલ હતી. જેની તે સમયે મરામત કરવામાં આવેલ હતી. હાલ મકાનનાં પાછળના ભાગમાં છત જર્જરીત થઈ તુટી પડેલ છે તથા મકાનનો સ્લેબ જર્જરીત હોવાથી વરસાદના સમયે તેમાંથી સતત પાણી ટપકે છે. જેના કારણે સ્લેબ ક્ષતીગ્રસ્ત થવાની શક્યતા રહેલી હોવાથી સદર મકાનનો કચેરી હેતુ માટે ઉપયોગ કરવો હિતાવહ નથી તેવું જણાવવામાં આવ્યું છે.

આ દરખાસ્ત ધ્યાને લઈ સત્વરે આ નવુ બિલ્ડીંગ બનાવવાની કામગીરી શરૂ કરવા કાર્ય પાલક ઈજનેર, માર્ગ અને મકાન વિભાગ મોરબીને સુચના આપવા અને જ્યાં સુધી નવું બિલ્ડીંગ ન બને ત્યાં સુધી આગામી ચોમાસામાં કચેરીનાં કર્મચારીઓ તેમજ અરજદારોની જાનહાની તેમજ રેકર્ડ, કપ્યુટર સીસ્ટમ તેમજ ફર્નિચરને નુકશાન ન થાય તે માટે મામલતદાર કચેરી, માળીયા(મી) ને સલામત સ્થળે પીપળીયા ચાર રસ્તા ખાતે આવેલ રત્નકલા બિલ્ડીંગ કે જે બિલ્ડીંગ ખુલ્લુ હોય તેમજ મામલતદાર કચેરી તથા સબરજીસ્ટાર તથા અન્ય સંલગ્ન કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરીનો પણ સમાવેશ થઇ શકે તેવી અનુકુળતા વાળું છે. જે બિલ્ડીંગમાં પુરતી પાર્કીંગ વ્યવસ્થા, બધી કચેરીઓ ચાલુ થઇ શકે તેવાં પુરતા પ્રમાણમાં રૂમો ધરાવતું હોય તથા ચોમાસામાં પાણી ભરાઇ જવાનો પ્રશ્ન રહેતો ન હોય. લાઇટ, પાણી તેમજ અન્ય પુરતી સુવિધા હોય. કચેરી સત્વરે ચાલુ થઇ શકે તેવું ઇન્ફાસ્ટ્રક્ટર હોય હાલ પુરતી કચેરીનું પીપળીયા ચાર રસ્તા ખાતે સ્થળાંતર કરવા અથવા અન્ય સલામત જગ્યાએ લઈ જવાની યોગ્ય કાર્યવાહી કરી મંજુરી આપવાની રજૂઆત કરવામાં આવેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/