માળિયા મામલતદાર કચેરીને શહેરની બહાર સ્થળાંતર કરવા બાબતે બબાલ

0
33
/

કચેરી સામે અચોક્કસ મુદત સુધી ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારતા સામાજિક કાર્યકર

માળિયા : માળિયા મીયાણા મામલતદાર કચેરી ક્ષતિગ્રસ્ત થતા વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરુપે માળિયા મામલતદાર દ્વારા પીપળીયા ચાર રસ્તા ખાતે કચેરીને ખસેડવા કલેકટર સમક્ષ લેખિત રજુઆત કરતા માળિયા શહેરના લોકો ગીનાયા હતા અને રજૂઆત કરવા મામલતદાર કચેરીએ ઘા નાખ્યા હતા

માળિયા મીયાણા શહેરમાં મામલતદાર ઓફિસ 2017માં આવેલ પુરના લીધે ક્ષતિગ્રસ્ત થઈ જતા કોમ્પ્યુટર અને કાગળોને નુકસાન થતુ હોય તેવુ કારણ દર્શાવેલ અને નવુ બિલ્ડીંગ તાત્કાલિક ઉભુ કરવા માર્ગ મકાન વિભાગને જાણ કરી હતી અને વૈકલ્પિક માર્ગ પર હાલ પીપળીયા પાસે આવેલ ખાનગી રત્નકારનું કારખાનુ અથવા અન્ય જગ્યાએ આ ઓફિસ સ્થળાંતર કરવા કલેકટર સમક્ષ લેખિત રજુઆત કરાઈ હતી જેની જાણ સ્થાનિક લોકોને થતા રજૂઆત કરવા લોકો મામલતદાર કચેરીએ ઘસી ગયા હતા કે જો વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવી જ હોય તો માળિયા શહેર માં એવા ઘણા સરકારી બિલ્ડીંગ છે જેવા કે નગરપાલિકા, સરકારી હોસ્પિટલ કે સ્કુલો તો અન્ય જગ્યાએ માળિયાથી દુર લઈ જવાનુ કારણ શુ ? તેવા સવાલ ઉઠી રહયા છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/