વિપક્ષી નેતા પરેશ ધાનાણી, અર્જુન મોઢવડીયા સહિતના કોંગ્રેસી ધારાસભ્યો અને આગેવાનો મોરબી આવી પહોંચ્યા : બ્રિજેશ મેરજાને ખુલ્લા પડાશે
મોરબી : બ્રીજેશ મેરજાના ધારાસભ્ય અને કોંગ્રેસમાંથી રાજીનામાંને પગલે ક્રોગ્રેસ તરફથી તેમના પર ગંભીર અક્ષપો થઈ રહ્યા છે ત્યારે પક્ષ પલ્ટુ ધારાસભ્યને સબક શીખવાડવા માટે તેમના વિસ્તારમાં જઈને કોંગ્રેસના પ્રદેશ નેતા વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે મોરબીમાં ક્રોગ્રેસ દ્વારા આજે આ બાબતે એક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. જેમાં હાજરી આપવા માટે વિપક્ષી નેતા પરેશ ધાનાણી, અર્જુન મોઢવડીયા સહિતના કોંગ્રેસી ધારાસભ્યો મોરબી આવી પહોંચ્યા હતા. જેમાં બ્રિજેશ મેરજાનો વિરોધ અને કોગ્રેસની આગામી રણનીતિ અંગે વિચાર વિમર્શ થશે.
મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બ્રિજેશ મેરજાના રાજીનામાંના વિરોધમાં પ્રજામતનો દ્રોહ કરનાર અને પક્ષ પલ્ટુઓને સબક શીખવાડવા માટે મોરબીના સમય ગેટ પાસે આવેલ ક્રિષ્ના હોલ ખાતે એક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. જેમાં હાજરી આપવા માટે વિપક્ષી નેતા પરેશ ધાનાણી, અર્જુન મોઢવડીયા, વીરજીભાઈ ઠુમ્મર, લલિતભાઈ કગથરા, વિક્રમભાઈ માડમ, ચિરાગ કાલરીયા, પ્રવીણભાઈ મુછડીયા, બાબુભાઇ વાંઝા, હર્ષદભાઈ રીબડીયા, સંતોકબેન સોરઠીયા, કનુભાઈ બારૈયા, પ્રતાપભાઈ દુધાત, પુંજાભાઈ વંશ, મોહનભાઇ, ભગાભાઇ બારડ, મોહમ્મદ જાવિદ પીરઝાદા એમ 17 ધારાસભ્યો આવી પહોંચ્યા છે અને સ્થાનિક કોંગ્રેસ દ્વારા આ ધારાસભ્યોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દિગજ્જ મોવડીઓનો જમાવડો થતા મોરબી જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જેમાં સ્થાનિક કોંગી અગ્રણીઓ જેન્તીભાઈ જેરાજ, ગિરીશ પેથાપેરા, પાલિકા પ્રમુખ કેતન વિલપરા સહિતના મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા છે. જેથી, સલામતી લઈને મોરબી એસઓજી, એલસીબી સહિતના પોલીસ સ્ટાફે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. આ કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રદેશ આગેવાનો દ્વારા બ્રિજેશ મેરજાને ખુલ્લા કરી તેનો વિરોધ નોંધાવવામાં આવશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide