મોરબી જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા આયોજન
મોરબી : આગામી તા. 23 જૂનના રોજ કિશોરીઓના પોષણ અંગે ઉપયોગી માર્ગદર્શન માટે ‘ઉંબરે આંગણવાડી’ કાર્યક્રમ યુ-ટ્યુબમાં @wcdgujarat પર બપોરે 2 થી 3 દરમિયાન લાઈવ નિહાળી શકાશે.
આત્મનિર્ભર ગુજરાતની દરેક કિશોરી સશક્ત હોય તે ગુજરાત સરકારનું લક્ષ્ય છે. સશક્ત બનવા પોષણક્ષમ આહાર એ પ્રથમ પગથીયું છે. જે માટે આઈ.સી.ડી.એસ. વિભાગ કાર્યરત છે. આંગણવાડીમાં આવતી 11 થી 14 વર્ષની શાળા એ ન જતી અને 15 થી 18 વર્ષની તમામ કિશોરીઓને દર માસે પોષણ માટે 4 કિ.ગ્રા.પૂર્ણા શક્તિના પેકેટ પણ આપવામાં આવે છે.
આ સાથે પોષણ અંગે વિશેષ જાણકારી મળી રહે તે હેતુથી મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા તા. 23ના રોજ બપોરે 2 થી 3 કલાક દરમિયાન સેટકોમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. જે ટેલીવિઝનમાં ‘વંદે ગુજરાત ચેનલ નં. 1’ તેમજ યુ-ટ્યુબ @wcdgujarat પર લાઇવ નિહાળી શકાશે. સેટકોમ નિહાળ્યા બાદ તેમાં પૂછવામાં આવેલ કવીઝના જવાબ પણ કિશોરીઓ 63599 23492 નંબર પર મોકલી શકશે. તેમજ કિશોરી પોતાનો અભિપ્રાય વિડીયો દ્વારા 98253 31847 નંબર પર પણ મોકલી શકશે. આ બંને મેસેજ <નામ><ગામ><તાલુકો> <જિલ્લો><જવાબ>, ઉદા. <સીતા><પાનેલી><મોરબી><મોરબી><2> ફોર્મેટમાં મોકલવાનો રહેશે. આ કાર્યક્રમ મોરબી જિલ્લાની 11 થી 18 વર્ષની તમામ કિશોરીઓ નિહાળે તેમજ પોષણ અંગે અચૂક માર્ગદર્શન મેળવે તેવું જિલ્લા પ્રોગ્રામ ઓફિસર તથા ડીસ્ટ્રીક્ટ પૂર્ણા કન્સલ્ટન્ટ આઈ.સી.ડી.એસ.શાખા મોરબી દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide