મોરબી : આપ દ્વારા શહીદ ભગતસિંહની પ્રતિમાને સ્વચ્છ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ

0
49
/

મોરબી : ભારતીય સરહદ પર ચીનની દગાખોરીને કારણે દેશભરમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. ભારત અને ચીન વચ્ચેના ઘર્ષણમાં 20 ભારતીય સેનાના જવાનો શહીદ થયા હતા. ત્યારે આ ભારતમાતાના વીર સપૂતોને શ્રદ્ધાંજલિ આપવા માટે મોરબી આમ આદમી પાર્ટી દ્વારા આજે મોરબીના ગાંધીચોક ખાતે આવેલ શહીદ ભગતસિંહની પ્રતિમાની સાફ સફાઈ કરીને સ્વચ્છ કરવામાં આવી હતી. ત્યારબાદ શહીદ ભગતસિંહની પ્રતિમા ફુલહાર કરી બે મિનિટ મૌન પાળીને ચીનના હુમલામાં શહીદ થયેલા ભારતીય સેનાના 20 જવાનોને શ્રદ્ધાંજલિ અપર્ણ કરેલ હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/